અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/મોસમનો પહેલો વરસાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોસમનો પહેલો વરસાદ|મનોહર ત્રિવેદી}} <poem> મોસમનો પહેલો વરસાદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(છુટ્ટી મૂકી વીજ, પૃ. ૨૯)}} | {{Right|(છુટ્ટી મૂકી વીજ, પૃ. ૨૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ફળિયે ફૉરી દાડમડી | |||
|next = રિસામણે જતી કણબણનું ગીત | |||
}} |
Latest revision as of 11:55, 27 October 2021
મોસમનો પહેલો વરસાદ
મનોહર ત્રિવેદી
મોસમનો પહેલો વરસાદ પડ્યો, હેય હેય! —
આળસ મરડી ફટાક છાપરાનાં નળિયેથી
દરિયો ફળિયામાં દડ્યો, હેય હેય! —
હેય હેય! નેવાંનાં પાણી-સમેત
વહે અંધારું રે ઝાકમઝોળ
નદીએ તો ઠીક, અહીં છાતીમાં ઊઠે છે
પ્હેલવ્હેલ્લો કોઈ હિલ્લોળ
ગોખેથી સ્હેજસાજ સૂરજ દેખાય: ભીનો
ઘરને ઉજાસ જડ્યો, હેય હેય! —
હેય હેય! વહેલી સવારે લખમીજીનાં
લીલાં પગલાંની જોઉં ભાત
પાંદડીએ પાંદડીએ ઝિલાતી જાય
એની ઘૂઘરીઓ તૂટ્યા-ની વાત
જાસૂદનાં ફૂલ જેમ તારીયે આંખોમાં
કેવો ઉન્માદ ચડ્યો, હેય હેય! —
(છુટ્ટી મૂકી વીજ, પૃ. ૨૯)