અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન મહેતા/એક કાવ્ય (ચાલવું થાકવું ફરી...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક કાવ્ય (ચાલવું થાકવું ફરી...)|નીતિન મહેતા}} <poem> ચાલવું થાકવુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 55: | Line 55: | ||
{{Right|નવેમ્બર, નવનીત સમર્પણ}} | {{Right|નવેમ્બર, નવનીત સમર્પણ}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =આવ ત્યારે | |||
|next =એક પત્ર | |||
}} |
Latest revision as of 12:06, 27 October 2021
એક કાવ્ય (ચાલવું થાકવું ફરી...)
નીતિન મહેતા
ચાલવું
થાકવું
ફરી ફરી
ચાલવું
એ જ
ક્રમ
સપનાંઓ અને વિસ્મૃતિથી
ભરેલાં વર્ષો
ખભા પર ઊંચકી
હાંફતા તો હાંફતાં
ચાલવું
એ જ રઢ
કોરી દાભે
પડછાયો
પ્લેટમાં પડેલી
સફરજનની ચીરને
તાકી રહે
સ્મૃતિમાં બાઝેલી
કડવાશને
નખથી કોતરી ન શકું
કે ફૂંકથી ઉરાડી ન શકું
કોરડાઓ ને અપમાનો
ટીકડીની સાથે ગળવાં રોજ રોજ
જિન્દગી ને મરણ
એ તો હવે
લોહીની ટેવ
પણ ખોડંગતા
તોયે ચાલવું
એ જ હઠ
શાલ નીચે
શરીર
રોજ રોજ
આથમતું જાય
છતાં
અડધાપડધા
ભૂંસાયેલા અક્ષરોને
ઉકેલવા
ચંદ્રથી દીવો પ્રગટાવું
પાનીમાંથી
દરિયો
આકાશને આંબવા
માથું
ઊંચકે
ને
ફરી
આરંભ.
નવેમ્બર, નવનીત સમર્પણ