અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર તળપદા/તમે જ્યારે જ્યારે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તમે જ્યારે જ્યારે...|મનહર તળપદા}} <poem> તમે જ્યારે જ્યારે મુજ ન...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(ભીનાં અજવા ળાં, ૧૯૮૦, પૃ. ૧૦)}}
{{Right|(ભીનાં અજવા ળાં, ૧૯૮૦, પૃ. ૧૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાપુભાઈ ગઢવી/પહેરણ ફકીરનું | પહેરણ ફકીરનું]]  | મનનુંય શું કરું, હું કરું શું શરીરનું? ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર તળપદા/મારું ગામ | મારું ગામ]]  | વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ]]
}}

Latest revision as of 13:13, 27 October 2021


તમે જ્યારે જ્યારે...

મનહર તળપદા

તમે જ્યારે જ્યારે મુજ નયનમાં જાવ ફરકી
ઢળેલી સાંજોનું રૂપ ગગનમાં જાય પસરી
પછીતે બેઠેલું મિલન રજનીના સ્વપનમાં
હસીને ધીરેથી દિવસવનમાં ઓગળી જતું.

અને ચોપાસેથી રૂમઝૂમ થતાં નૂપુર તણા
રવોમાં નાહીને ભરતી સીમનો શ્વાસ લીલવો
પણે આંબાડાળે સમય નીડની દેવચકલી
હવામાં ખંખેરે અસલ ક્ષણનો થાક સઘળો.

ફરીથી પોઢેલાં વિવસ સમણાં જાગ્રત બને,
ક્ષિતિજેથી પાછાં ફરી મધુર ગૈ કાલ લઈને
ખરે છે અંધારે...
તમે જ્યારે જ્યારે મુજ નયનમાં જાવ ફરકી.
(ભીનાં અજવા ળાં, ૧૯૮૦, પૃ. ૧૦)