અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /ઢૂંકડાં લગ્નનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઢૂંકડાં લગ્નનું ગીત|નિરંજન યાજ્ઞિક}} <poem> આંબલિયે હોય એને પ...")
 
No edit summary
 
Line 19: Line 19:
સખી, પાદરમાં વાગે છે ઢોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ગીત (કાંઈ બોલ્યા વિના...)
|next =હવે
}}

Latest revision as of 07:54, 28 October 2021


ઢૂંકડાં લગ્નનું ગીત

નિરંજન યાજ્ઞિક

આંબલિયે હોય એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!

તોરણમાં હોય, મોર એને ક્હેવાય,
અને ઉમ્બરમાં હોય એને? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!

મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!

ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ,
અને આંખોમાં ત્રબકે એ? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!