અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /હવે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હવે|નિરંજન યાજ્ઞિક}} <poem> ક્યાંક હળવું ક્યાંક મળવું ક્યાંક...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(સાત અક્ષર, ૧૯૯૩, પૃ. ૭૦)}}
{{Right|(સાત અક્ષર, ૧૯૯૩, પૃ. ૭૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /ઢૂંકડાં લગ્નનું ગીત  | ઢૂંકડાં લગ્નનું ગીત ]]  | આંબલિયે હોય એને પોપટનું નામ, અને આંખોમાં હોય... ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સલિલ/લગન આયાં ઢૂંકડાં | લગન આયાં ઢૂંકડાં]]  | લગન આયાં ઢૂંકડાં : મૂવા મોરલા ધગે બઉ]]
}}

Latest revision as of 07:55, 28 October 2021


હવે

નિરંજન યાજ્ઞિક

ક્યાંક હળવું ક્યાંક મળવું ક્યાંક ઝળહળવું હવે
ક્યાંક ભીની રેતમાં પગલાંનું ટળવળવું હવે

ક્યારનાં ટાંપી રહ્યાં શબ્દોને માટે ટેરવાં
ક્યાંક લીલા તૃણનું પથ્થર જેમ પાંગરવું હવે…

દૂર ટીંબે સૂર્યનાં કિરણોનું ડોકાવું જરા
પ્હાડમાં પથરાયેલા ધુમ્મસનું ઓગળવું હવે…

એક બાજુ હાથની નિસ્તેજ આંખો તગતગે
એક બાજુ શબ્દનું બેફામ વિસ્તરવું હવે…

રોજ ઘરની ચાર ભીંતોને ઉદાસી ઘેરતી
રોજ અવસાદી સ્વરોનું ઉંબરે ઢળવું હવે…
(સાત અક્ષર, ૧૯૯૩, પૃ. ૭૦)