અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરૂપ ધ્રુવ/છાવણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છાવણી|સરૂપ ધ્રુવ}} <poem> શહેર — વ્હેરાઈ ગયું છે, વ્હેંચાઈ ગયું...")
 
No edit summary
 
Line 26: Line 26:
વીણી વીણીને એને સાંધીસૂંઘીને સમો કરવા... પોતાનો કરવા.
વીણી વીણીને એને સાંધીસૂંઘીને સમો કરવા... પોતાનો કરવા.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ઇચ્છાકુંવરીનું વિસર્જન
|next =બાવનની બહાર
}}

Latest revision as of 07:57, 28 October 2021


છાવણી

સરૂપ ધ્રુવ

શહેર — વ્હેરાઈ ગયું છે, વ્હેંચાઈ ગયું છે છાવણીઓમાં.
આ છાવણીઓમાં નથી હણહણતા અશ્વો
કે નથી ખણકતાં શસ્ત્રો;
વીરને વિદાય આપતી વીરાંગનાઓ
નથી ઘોળતી કેસર-કંકુની કંકાવટીઓ
કે નથી ગણતી વિરહિણીઓ વીરની વાટ જોતાં
પીપળનાં પાન!
નથી સંભળાતાં ભાટ ચારણનાં પ્રશસ્તિગાન
કે નથી દેવાતાં સામસામાં આહ્વાન.
અને છતાંય તે
મહાભારત તો છેડાઈ ચૂક્યું છે પ્રત્યેક અંતરમાં.
સૌની અંદર ઊગી ઘયેલા ઓગણીસમા દિવસનીય
ભરબપ્પોનો અંધકાર, હૂહૂકાર કરતો
ઘરનાં થર ગોઠવી ર હ્ યો છે રણનાં.
અહીં ખુલ્લી ઓસરીઓમાં
અને ઉધાડા મંડપો નીચે
ઊગી ગયેલી ચુપકિદીના માથાબૂડ ખડમાં ખોવાયેલી
સૉય નામે સલામતીને શોધતી
આ ઉઘાડી ફટ્ટાક આંખો
રાતદિવસ ઝંખે છે —
આ ફાટીને ફૂર્ચા થઈ ગયેલા તંબુની એક એક ચિંદી
વીણી વીણીને એને સાંધીસૂંઘીને સમો કરવા... પોતાનો કરવા.