અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લા વોરા/ઠેસ...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સં. ૧૯૯૬, પૃ. ૬૨)}} | {{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સં. ૧૯૯૬, પૃ. ૬૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/માટી | માટી]] | આંગણામાં સુકાઈ રહ્યું છે એક વૃક્ષ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લા વોરા/થોડું અંગત અંગત | થોડું અંગત અંગત]] | ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત, ]] | |||
}} |
Latest revision as of 10:44, 28 October 2021
ઠેસ...
પ્રફુલ્લા વોરા
અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું કરું?
અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈયર શું કરું?
સૈયર મૂકી હથેળીયું પર અમથી મેંદી-ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાની છપની વાત;
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ઘૂઘરમાળ
કે સૈયર શું કરું?
સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે;
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું?
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સં. ૧૯૯૬, પૃ. ૬૨)