અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કાનજી પટેલ/ડચૂરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ડચૂરો|કાનજી પટેલ}} <poem> સાંજના ગાડામાં ભર્યો શિયાળો. સીમની ક...")
 
No edit summary
 
Line 19: Line 19:
ને કરાંઠીનો ચળકતો અગ્નિ.
ને કરાંઠીનો ચળકતો અગ્નિ.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મંગલમ્/દમિયલ લોકલ | દમિયલ લોકલ]]  | વર્ષો થયૉ મારું ગૉમ છોડ્યા ’લ્યા, કૉનિયા! ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કાનજી પટેલ/દવ | દવ]]  | પહેલાં હથેળી જેટલી ભોંયમાં ]]
}}

Latest revision as of 10:54, 28 October 2021


ડચૂરો

કાનજી પટેલ

સાંજના ગાડામાં
ભર્યો શિયાળો.
સીમની કરોડ પર ચાલે ગાડાવાટ.
ઊડતી ધૂળ કિરણોમાં થાય સોનું,
સૂરજ કાળા ઘડામાં પૂરાય.
લબકારા લે કુહાડો જંગલ પર.
ઢળી પડે સીમ.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
ઝણઝણે એની કરોડ.
નસોનું તાપણું તડતડે.
ચાલે અંધારિયા પેટાળમાં આગિયાનાં ઝરણ.
બહુ દૂર નથી છાપરું.
આઘે નથી હોકો.
નથી છેટો ચૂડલો.
ને કરાંઠીનો ચળકતો અગ્નિ.