અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પથિક પરમાર/ચાલીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાલીએ| પથિક પરમાર}} <poem> ::::::::::::ભ્રમણાની કાંચળીઓ ફગાવીને ચાલીએ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
::::::::::::સાયુજ્ય જેવી ધૂન લગાવીને ચાલીએ. | ::::::::::::સાયુજ્ય જેવી ધૂન લગાવીને ચાલીએ. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/ચેત મછંદર ગોરખ આયા | ચેત મછંદર ગોરખ આયા]] |વુહાનમાંથી વામન રૂપે નીકળેલા માયાવા રાની પશુએ ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યશવંત વાઘેલા/શું રચાશે? | શું રચાશે?]] | હે વાલ્મીકિ! એક પારધી દ્વારા કૌંચ પક્ષીની હત્યાથી ]] | |||
}} |
Latest revision as of 12:26, 28 October 2021
ચાલીએ
પથિક પરમાર
ભ્રમણાની કાંચળીઓ ફગાવીને ચાલીએ,
આંખોમાં ભાવિ સ્વપ્ન સજાવીને ચાલીએ.
વ્હેતી મૂકી દીધી છે લગામો વિચારની,
સંવેદનાનાં વ્હાણ તપાવીને ચાલીએ.
ઝીલી શકો તો ઝીલો ઝવેરાત શબ્દનાં,
અર્થોના રાજપાટ લૂંટાવીને ચાલીએ.
કૈં દૂર નથી ટેકરી રાખોડી રંગની,
ખોલી ક્ષિતિજનાં દ્વાર ઝુકાવીને ચાલીએ.
બ્રહ્માંડ તાળી પાડતાં ગાજી ઊઠે સકળ,
સાયુજ્ય જેવી ધૂન લગાવીને ચાલીએ.