અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/એણે કાંટો કાઢીને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એણે કાંટો કાઢીને|વિનોદ જોશી}} <poem> એણે કાંટો કાઢીને મને દઈ દ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
:: કોઈ મારામાં ઑગળીને પરબારું ડૂલ... | :: કોઈ મારામાં ઑગળીને પરબારું ડૂલ... | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ખડકી ઉઘાડી હું તો… | |||
|next = તું મીંઢળ જેવો... | |||
}} |
Latest revision as of 13:11, 28 October 2021
એણે કાંટો કાઢીને
વિનોદ જોશી
એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ...
પછી ઢોલિયે જરાક પડી આડી તો
અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીધી તો,
ફર્ર દઈ ઊડી પતંગિયાંની ટોળી;
મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ...
હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
પછી પગલું માંડું તો પડી હેઠી!
હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ,
કોઈ મારામાં ઑગળીને પરબારું ડૂલ...