કુંવરબાઈનું મામેરું/કડવું ૧૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૧૧| રમણ સોની}}
{{Heading|કડવું ૧૧|}}


<poem>
<poem>

Revision as of 08:03, 29 October 2021


કડવું ૧૧

[ ઠઠ્ઠો કરવા અને કુતૂહલથી આવેલી નાગર સ્ત્રીઓના સૌંદર્ય-શણગારનું સ્વભાવોક્તિ વર્ણન કરવાની તક પણ કવિ લે છે! ]

(રાગ મારુ)
મહેતે વજાડ્યો શંખ, સમર્યા વનમાળી;
લાગી હસવા ચારે વર્ણ, માંહોમાંહે દે તાળીઃ           ૧

‘મોસાળાના ઢંગ વેવાઈએ માંડ્યા,
નાગરના વહેવાર સહુ એણે છાંડ્યા.          ૨

જુઓ છાપાં, તિલક ને તાળ, જુઓ તુલસીમાળા,
નરસૈંયો કરશે નૃત્ય, ગાશે ટોપીવાળા.’          ૩

જોવા મળી નાગરી નાત, બહુ ટોળેટોળાં,
મુખ મરડી કહે છે વાત : ‘આપશે ઘરચોળાં.’          ૪

બહુ નાની-મોટી નાર મંડપ માંહે મળી,
કરે વાંકી છાની વાત, સાકર-પેં ગળી.          ૫

મહેતાને કહે : ‘જે શ્રીકૃષ્ણ,’ હસીને પરું જોતી,
સોહે અધર ઉપર અનંત વેસરનાં મોતી.           ૬

સજ્યા સોળ શણગાર, ચીર, ચરણાં, ચોળી,
જોબન-મદમાતી નાર કરે બહુ ઠીંઠોળી.          ૭

માળા, મોતી-હાર ઉર પર ઢળકે છે,
જડાવ ચૂડો હાથ, કંકણ ખળકે છે.          ૮

કોઈ છૂટે અંબોડે નાર, વેણી લાંબી છે,
કો’ને ઝાંઝર ઝમકે પાય, કડલાં કાંબી છે.          ૯

નાનાં તિલક રસાળ ભાલે કીધાં છે,
રમાડવા સરખાં બાળ કેડે લીધાં છે.           ૧૦

કો જોવા ઠાલી છાબ અબળા ઊઠે છે,
કો વહુઆરુ લજ્જાળ, નણદી-પૂંઠે છે.          ૧૧

કો’ શીખવી બોલાવે બાળ, વારી રાખે છે;
કો’ વાંકાબોલી નાર, વાંકું ભાખે છે :          ૧૨

‘બાઈ, કુંવરવહુનો બાપ કરશે મામેરું;
લેઈશ પટોળું શ્રીકાર, સાડી નહિ પહેરું.          ૧૩

વૈષ્ણવને શાની ખોટ? કંઠે માળા છે,
વહેવારિયા દસવીસ ટોપીવાળા છે!          ૧૪

કુંવરવહુને ધન્ય, પિયરપનોતી છે!
બાપ વજાડે શંખ, સાધર પહોતી છે!’          ૧૫

કોઈ વાંકાબોલા વિપ્ર બોેલે ઉપહાસે :
‘મૂકો છાબમાંહે બે પહાણ, વાયે ઊડી જાશે.’          ૧૬

મૂક્યો દીકરીએ નિઃશ્વાસ, આવી પિતા પાસે;
મહેતે કીધી સાન ‘રહેજે વિશ્વાસે.           ૧૭

વલણ
વિશ્વાસ રાખો, દીકરી!’ કહી કરમાં લીધી તાળ રે;
કાગળ મૂક્યો છાબમાં, મહેતે સમર્યા શ્રીગોપાળ રે.           ૧૮