અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગિની શુક્લ/ધાર કે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ધાર કે |યોગિની શુક્લ}} <poem> ધાર કે તારા ઘર સામે એક સમુદ્ર છે ત...")
 
No edit summary
 
Line 36: Line 36:
:: તેં સાંભળેલું?
:: તેં સાંભળેલું?
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ વ્યાસ ‘મિસ્કીન’/હવે | હવે]]  | પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,  ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉદયન ઠક્કર/કુમળી હથોડી | કુમળી હથોડી]]  | કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે? ]]
}}

Latest revision as of 10:37, 29 October 2021


ધાર કે

યોગિની શુક્લ

ધાર કે
તારા ઘર સામે એક સમુદ્ર છે

તારા ઘર સામે ઘૂઘવતા સમુદ્રમાં
સૂરજ
પૂરેપૂરો ડૂબી જાય પછી
સફરજનના વૃક્ષ નીચે મળવાનું
અમથું અમથું
મેં તને કહેલું —

ધાર કે
તારા ઘર ઉપર એક મેઘધનુષ છે

તારા ઘર ઉપર ઝળૂંબતું
મેઘધનુષ
પૂરેપૂરું ખીલી જાય પછી
રંગોનો મલ્હાર ગાવાનું
અમથું અમથું
મેં તને કહેલું —

ધાર કે તારા ઘર પાછળ
રાજગરાનું એક ખેતર છે

તારા ઘર પાછળ આવેલું
રાજગરાનું ખેતર
પૂરેપૂરું ઊભરાઈ જાય પછી
એની વચ્ચેથી જોડાજોડ ચાલવાનું
અમથું અમથું

મેં તને કહેલું —
તેં સાંભળેલું?