અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અગ્રાવત/દૂઝતા વ્રણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દૂઝતા વ્રણ|રમણીક અગ્રાવત}} <poem> હજારો હજારો લોકોની કતલ પછી ફ...")
 
No edit summary
 
Line 33: Line 33:
વરાળ થઈ ફદફદે—
વરાળ થઈ ફદફદે—
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અગ્રાવત/ઘર ભણી  | ઘર ભણી ]]  | એંશી વરસ ઊંડી શેરીમાંથી ચાલ્યો આવતો વૃદ્ધ  ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અગ્રાવત/પ્રવાહ | પ્રવાહ]]  | પાંદડાંઓનું જો ચાલે ]]
}}

Latest revision as of 10:45, 29 October 2021


દૂઝતા વ્રણ

રમણીક અગ્રાવત

હજારો હજારો લોકોની કતલ પછી
ફરી
પાછી ફરી છે વસંત એના નિયત ક્રમમાં
ધૂંધવાતી હવાનાં પડોમાં
ધીરે ધીરે ઊઠતી જાય છે ગંધ
જાગતાં થાય ખાખરાનાં વન
ઝગવા માંડી છે ફરફરતી જિહ્વાઓ
હોળીના તાપણે ફરતાં ફરતાં
થઈ જઈશું જરાક ગમગીન
હવે આપણી વચ્ચે નથી એવાં
અજાણ્યા મૃતકોને નામે
હણાયા જેઓ
જાતિ કે ધર્મને લીધે
દ્વેષ અને અસૂયાને લીધે
અતૃપ્ત લાલસાઓને લીધે
અંતહીન ખટપટોને લીધે
આને લીધે તેને લીધે
કદાય જાણી નહીં શકાય
શા કારણે થયા તેઓ હલાક
આંસુનો રંગ હજી એ જ છે
ગળે અડિંગો જમાવી બેઠેલો ડૂમો
ઓગળે ઓગળે ને વળી વળગે ગળે
રૂંધાયેલા ધ્રુસકાની પડછેથી
ઓચિંતી ઊપડેલી પવન-લહરખી પેઠે
ઊઠે દુહો—
કરકરા પદથી છોલતો સૂકું ગળું
ઘૂંટડે ઘૂંટડે ગળા હેઠ ઊતરતી શાતા
વરાળ થઈ ફદફદે—