અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અગ્રાવત/બા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બા|રમણીક અગ્રાવત}} <poem> ક્યારેક મારી બા હસી પડતી ત્યારે એના...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(ક્ષણ કમળ, ૧૯૯૧, પૃ. ૮)}}
{{Right|(ક્ષણ કમળ, ૧૯૯૧, પૃ. ૮)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અગ્રાવત/પ્રવાહ | પ્રવાહ]]  | પાંદડાંઓનું જો ચાલે ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/અમે વૃક્ષની જાત... | અમે વૃક્ષની જાત...]]  | અમે વૃક્ષની જાત — અમે ના ખળખળ વહીએ સંગે. ]]
}}

Latest revision as of 10:47, 29 October 2021


બા

રમણીક અગ્રાવત

ક્યારેક મારી બા હસી પડતી
ત્યારે એના ચહેરા પર જે આભા પથરાઈ વળતી
તેવા ચળકતા લાલ રંગનું ઘર
દૂર દૂર દેખાય છે
એની આજુબાજુ ઝાંખાં પડી ગયેલાં સ્મરણોની ઝાંય
લાલ દીવાલો અને કેસરી છાપરાંવાળું મારું ઘર
બારીમાંથી ઢોળાતાં ફાટફાટ લીલાં આશ્ચર્યો
ગાઢા ભૂરા રંગની પશ્ચાદ્-ભૂમાં
સફેદ લસરકે ટપકું થતાં જતાં પંખી
દેખાય કે ન દેખાય
પણ આખાય ચિત્રને બાથમાં લઈને
હજીય મારી બા ઊભી છે
અવિચળ અવિશ્રાંત…
(ક્ષણ કમળ, ૧૯૯૧, પૃ. ૮)