અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/ફળી જાતરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ફળી જાતરા|ઉષા ઉપાધ્યાય}} <poem> પથ્થરની કોઈ ધારે ખીલ્યું ફૂલ જ...")
 
No edit summary
 
Line 19: Line 19:
પૂછી લીધું કોઈ પંખીને ને ફળી જાતરા.
પૂછી લીધું કોઈ પંખીને ને ફળી જાતરા.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =નભ વચ્ચે આ કયો ખલાસી...
|next = ફોન
}}

Latest revision as of 10:54, 29 October 2021


ફળી જાતરા

ઉષા ઉપાધ્યાય

પથ્થરની કોઈ ધારે ખીલ્યું ફૂલ જોયું ને ફળી જાતરા;
કોઈ આંખમાં જળની ઝીણી ઝૂલ જોઈ ને ફળી જાતરા.

આખ્ખેઆખ્ખો પ્હાડ અમે ક્યાં ઊંચકી શકતા?
ખભે હતી એ ડાંગ ધરી ને ફળી જાતરા.

વાયુનાં વસ્તર ફરકાવી સમયપરી ઑ જાય મ્હાલતી,
સોનેરી બે વાળ ઝીલ્યા ને ફળી જાતરા.

કોઈ હજુ ક્યાં અક્ષર એક ઉકેલી શકતા?
કોરે કાગળ શબદ પડ્યા ને ફળી જાતરા.

જળનાં જંતર રાગ કયો દિન-રાત છેડતાં!
પૂછી લીધું કોઈ પંખીને ને ફળી જાતરા.