અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/ફળી જાતરા
Jump to navigation
Jump to search
ફળી જાતરા
ઉષા ઉપાધ્યાય
પથ્થરની કોઈ ધારે ખીલ્યું ફૂલ જોયું ને ફળી જાતરા;
કોઈ આંખમાં જળની ઝીણી ઝૂલ જોઈ ને ફળી જાતરા.
આખ્ખેઆખ્ખો પ્હાડ અમે ક્યાં ઊંચકી શકતા?
ખભે હતી એ ડાંગ ધરી ને ફળી જાતરા.
વાયુનાં વસ્તર ફરકાવી સમયપરી ઑ જાય મ્હાલતી,
સોનેરી બે વાળ ઝીલ્યા ને ફળી જાતરા.
કોઈ હજુ ક્યાં અક્ષર એક ઉકેલી શકતા?
કોરે કાગળ શબદ પડ્યા ને ફળી જાતરા.
જળનાં જંતર રાગ કયો દિન-રાત છેડતાં!
પૂછી લીધું કોઈ પંખીને ને ફળી જાતરા.