અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મૂકેશ જોષી/બા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બા|મૂકેશ જોષી}} <poem> બા એકલાં જીવે :: બા સાવ એકલાં જીવે એકલતાન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Right|(‘કવિતા’, એપ્રિલ-મે)}} | {{Right|(‘કવિતા’, એપ્રિલ-મે)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મૂકેશ જોષી/તને વહાલો વરસાદ કે હું? | તને વહાલો વરસાદ કે હું? ]] | મને સાચ્ચો જવાબ દઈશ તું? ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ પંડ્યા/અરીસામાં દોરી લંબાય છે | અરીસામાં દોરી લંબાય છે]] | આ દોરીને ઓરડામાં ]] | |||
}} |
Latest revision as of 12:32, 29 October 2021
મૂકેશ જોષી
બા એકલાં જીવે
બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે... બા સાવ એકલાં જીવે
બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકડી સહુ પકડાઈ જાતાં
ભાઈ-ભગિની ભેળાં બેસી સુખનો હીંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખવાડે
સુખનો સૂરજ છાનોમાનો જલતો બાના દીવે... બા સાવ એકલાં જીવે
કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનમાં ઝાડ
કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સૂનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા
બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડ્યાં: કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિસાસા સીવે... બા સાવ એકલાં જીવે
કમસે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે કંઈખ સવાલો પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આંસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે... બા સાવ એકલાં જીવે.
(‘કવિતા’, એપ્રિલ-મે)