અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ પંડ્યા/રાત પહાડ ફરતે ઘસાશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રાત પહાડ ફરતે ઘસાશે |રાજેશ પંડ્યા}} <poem> સૂરજ ઢળતાં કામ બધાં...")
 
No edit summary
 
Line 38: Line 38:
{{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૮, સંપા. જયદેવ શુક્લ, પૃ. ૫૧-૫૨)}}
{{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૮, સંપા. જયદેવ શુક્લ, પૃ. ૫૧-૫૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =અરીસામાં દોરી લંબાય છે
|next =સમુદ્રકાવ્યો
}}

Latest revision as of 12:34, 29 October 2021


રાત પહાડ ફરતે ઘસાશે

રાજેશ પંડ્યા

સૂરજ ઢળતાં
કામ બધાં આટોપી લીધાં
હવે થોડી વારમાં
રાત પહાડ ફરતે ઘસાશે
રાત થોડી ખરબચડી થશે
પહાડ થોડો સુંવાળો
ઢાળ ફૂટી નીકળશે
એટલે પહાડ ઊતરી જઈશ
દૂર દીવા બળશે
અેની વાટ ઝાલી ચાલતો થઈશ
આખે રસ્તે આગિયાઓ તરે
અરધા ઝાંખા સરોવરે
એ તો પછી.
અત્યારે
અણિયાળા પથ્થરના ઢગલા ચોપાસ
એમાં બે ચાર મૂળિયાં —
સૂતરના તાંતણા જેવાં — ખૂંપાવી
પવન સોંસરું વૃક્ષ અજાણ્યું
ધજા જેમ ફરફરે
કે
અરધી લખેલી કવિતાના કાગળ જેમ ફડફડે
એટલી વાર
અરધી કવિતા ઊંડાણે જઈ ઠરે
એટલી વારમાં તો
જરાસંધની જેમ રાતનાં બે ફાડિયાં
પહાડ ફરતે પડ્યાં
આ બાજુ ડૂબે સૂરજ
આ બાજુ ઊગે ચંદ્ર
વચ્ચે દીવા જેમ ટમટમતી ટોચ
એની વાટ ઝાલી તરું
જેમ આગિયાઓ તરે
કાળા પાણીના સરોવરે.
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૮, સંપા. જયદેવ શુક્લ, પૃ. ૫૧-૫૨)