અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિવેક મનહર ટેલર/શું ટાંકવા?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શું ટાંકવા? |વિવેક મનહર ટેલર}} <poem> પાણી ભરેલાં વાદળોને ખેંચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા? | શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ દેસાઈ/એમ મળવાનું | એમ મળવાનું]] | એમ મળવાનું હવે ક્યાં થાય છે? ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ખલિશ’ બડોદવી/— (કમી તુજમાં કંઈ નથી...) | — (કમી તુજમાં કંઈ નથી...)]] | કમી તુજમાં કંઈ નથી તો કહે મુજમાં શું કમી છે? ]] | |||
}} |
Latest revision as of 12:44, 29 October 2021
શું ટાંકવા?
વિવેક મનહર ટેલર
પાણી ભરેલાં વાદળોને ખેંચી લાવવાં
ઓછાં પડે છે, દોસ્ત! આ શહેરોને ઝાડવાં.
એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
ખુદમાં ડૂબી ગયેલાને ક્યાંથી તરાવવા?
તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા?
પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.
એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયાઃ શું-શું ઉપાડવા?
કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા?