અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/પાનબાઈ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(જળ પર લકીર)}}
{{Right|(જળ પર લકીર)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’ /ઊધડો સોદો | ઊધડો સોદો]]  | અમે તો સોદો કરશું ઊધડો,, ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/સોનપરીને | સોનપરીને]] | સપના ક્યાં આવે છે સોનેરી, સોનેપરી!]]
}}

Latest revision as of 13:05, 29 October 2021


પાનબાઈ

સુધીર પટેલ

જેમ જેમ ઊતરે છે ગહેરાઈ, પાનબાઈ!
એમ એમ પામે છે ઊંચાઈ, પાનબાઈ!

દીપ નથી તોય થઈ ગયું બધે અજવાળું,
ફૂલ વગર ફોરમ પણ ફેલાઈ, પાનબાઈ!

આમ જુઓ તો ટૂકડે ટૂકડા છે જગ આખું,
ને આમ સકળ દીસે અખિલાઈ, પાનબાઈ!

એ જ ક્ષણે જાત બચાવી લેવાની હોય–
જે ક્ષણ હોય કરમની કઠણાઈ, પાનબાઈ!

આઠે પહોર હવે મિલનની વેળા ‘સુધીર’,
જન્મારે ક્યાંય નથી જુદાઈ, પાનબાઈ!

(જળ પર લકીર)