અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/રળિયામણી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| રળિયામણી |સુધીર પટેલ}} <poem> આવજો વાત સૌ પાછલી અવગણી, આજની આ ઘ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Right|(જળ પર લકીર)}} | {{Right|(જળ પર લકીર)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =તારા સુધી | |||
|next =આવે છે | |||
}} |
Latest revision as of 13:09, 29 October 2021
રળિયામણી
સુધીર પટેલ
આવજો વાત સૌ પાછલી અવગણી,
આજની આ ઘડી છે રળિયામણી.
તોડજો હોય જે કોઈ ભીંતો ચણી,
આજની આ ઘડી છે રળિયામણી.
નાચજો અંગઅંગે તમે રણઝણી,
આજની આ ઘડી છે રળિયામણી.
સાંભળો આજ વાગે ફરી વાંસળી!
આજની આ ઘડી છે રળિયામણી.
એ જ છે, એ જ છે એ સૂરત સાંવલી!
આજની આ ઘડી છે રળિયામણી.
જાગીને જોઉં છું જાત બસ આપણી,
આજની આ ઘડી છે રળિયામણી.
ધીમે ધીમે ધખે ભીતરે તાપણી,
આજની આ ઘડી છે રળિયામણી.
જાત નખશિખ થઈ ગૈ પહેરામણી,
આજની આ ઘડી છે રળિયામણી.
આજ આપે છે વા’લો વગર માગણી!
આજની આ ઘડી છે રળિયામણી.
(જળ પર લકીર)