અભિમન્યુ આખ્યાન/કડવું ૪૯: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪૮|}} {{Poem2Open}} {{Color|Blue|") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું | {{Heading|કડવું ૪૯|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Color|Blue| | {{Color|Blue|[ચાળણી થયેલા દેહ અને ‘પારધીવીંધ્યા પોપટ’ની જેમ તડફડતાં ય અભિમન્યુએ પોતાનો હાથ બતાવવા માંડ્યો. અંતે કૃષ્ણે ઉંદરનું કપટરૂપ ધારણ કરિ અભિમન્યુના ધનુષ્યની પણછ કાતરી નાખી. વિવિધ શસ્ત્રપ્રહારે આ ‘ચંપાનો છોડ’ ભાંગ્યો. શક્તિ ન રહી ત્યારે સૂતાંય કાળકેેતુને ગદાપ્રહારે મૃત્યુધામ પહોંચાડી અંતે અભિમન્યુ વીરગતિને પામ્યો.]}}{{Poem2Close}} | ||
<Poem> | |||
:::::'''રાગ ધનાશ્રી''' | |||
એક વૃષકેતુ કર્ણનો કુંવર, આવ્યો કરીને રીસ; | |||
હેલા માત્રમાં અભિમન્યુએ છેદ્યું તેનું શીશ.{{Space}} ૧ | |||
સહસ્ર રથ ને ત્રણસેં હાથી, ચૌદ સહસ્ર તોખાર; | |||
અભિમન્યુએ મારિયા,શત લક્ષ ત્યાં અસવાર.{{Space}} ૨ | |||
પછવાડેથી કર્ણ આવ્યો, કપટ કરીને પાપી; | |||
તેણે સૌભદ્રેના સારથિનું મસ્તક નાખ્યું કાપી.{{Space}} ૩ | |||
નીચ કર્મ ત્યાં દ્રોણ કીધું, કાપી ધનુષ્યની પ્રત્યંચાય; | |||
ભૂરિશ્રવાએ ઘોડા માર્યા, શલ્યે વેધી કાય.{{Space}} ૪ | |||
કૃતવર્માએ કવચ કાપ્યું, અશ્વત્થામાએ મુગટ; | |||
એમ સર્વે મળીને વિરથ કીધો સૌભદ્રે સુભટ.{{Space}} ૫ | |||
સો સો બાણ રથીએ માર્યાં, શરીર કીધું ચાળણી; | |||
ત્યારે ગદા લઈને ધાયો, કુંવર કરવાને વાળણી.{{Space}} ૬ | |||
પલાશ ફૂલ્યો ફાગણ માસે એવી દીસે દેહ; | |||
નારાચ જાતનાં બાણ વાગ્યાં, પડ્યા સોંસરા વેહ.{{Space}} ૭ | |||
બહુ પારધીએ પોપટ વીંધ્યો, તરફડે વનમાંય; | |||
તેમ કુંવર અકળાવિયો, કોણ આવે તેની સા’ય?{{Space}} ૮ | |||
કૃષ્ણ અર્જુન સાંભર્યા, પિતા માતુલ કો ધાય; | |||
વાઘે ઝાલ્યો મરગલો, શી જીવ્યાની આશાય!{{Space}} ૯ | |||
કાકા કરીને સાદ કીધો, કો નવ સાંભળે બોલ; | |||
ભીમને કાને શબ્દ ન પડે, માટે કૌરવે વજડાવ્યાં ઢોલ.{{Space}} ૧૦ | |||
પારથ-પુત્રે વિચારિયું : ‘દોહલી વેળા કોનો સાથ? | |||
આણી વેળાએ તો ઉગારે મુને મારા હાથ.{{Space}} ૧૧ | |||
એવું કહીને દોટ મૂકી, કર્ણ ભણી કર્યું મુખ; | |||
ગદાપ્રહારે રાધેય પાડ્યો, ઝૂંટી લીધું ધનુષ.{{Space}} ૧૨ | |||
કર્ણના ચાપે ટંકરાવ કીધો, ધ્રુજાવ્યા ચૌદ લોક; | |||
દ્રોણ કહે : ‘નાસો દુર્યોધન, એને જીત્યાની આશા ફોક.’{{Space}} ૧૩ | |||
પડ્યાં બાણ વીણ્યાં મહાવીરે, મુખે કર્યો હોકાર; | |||
‘રખે ભાણેજ નવ મરે’ — કૃષ્ણે કીધો વિચાર.{{Space}} ૧૪ | |||
કપટ કરીને કૃષ્ણ આવ્યા, રૂપ ઉંદરનું ધરી; | |||
અભિમન્યુના ધનુષ્ય કેરી પ્રત્યંચા પોતે કાતરી.{{Space}} ૧૫ | |||
ત્રાહ્ય ત્રાહ્ય દેવતાએ કીધું : ‘આમ નવ ઘટે, ગોપાળ’; | |||
ભાંગ્યું ધનુષ્ય જાણી કૌરવે વીંટી લીધો બાળ.{{Space}} ૧૬ | |||
એમ ઉપરાઉપરી ઘા પડે ને છૂંદો કીધી કાય; | |||
તેવે શરીરે ગદા લઈને કૌરવ ઉપર ધાય.{{Space}} ૧૭ | |||
પડે પૃથ્વી, બેઠો થાયે, કરે કેસરી નાદ; | |||
‘આવો કૌરવ! છે કોઈ યોદ્ધો?’ કરે યુદ્ધનો સાદ.{{Space}} ૧૮ | |||
છ રથીએ ગદા મારી એકેકી માથામાંય; | |||
પાટુ પ્રહારે પૃથ્વી પાડ્યો દુર્યોધન ત્યાં રાય.{{Space}} ૧૯ | |||
નાસતા પુરુષને ચરણે ઝાલી ઝીંક્યા અવની સાથ; | |||
બાવીસ સહસ્ર પ્રાક્રમી માર્યા અભિમન્યુએ એક હાથ.{{Space}} ૨૦ | |||
પાસ કોએે જવાય નહિ, ને સહેવાય નહિ સંગ્રામ; | |||
પછે દુઃશાસનનો પુત્ર આવ્યો કાળકેતુ એવું નામ.{{Space}} ૨૧ | |||
તેના હાથમાંહે ગદા મોટી, અભિમન્યુ ઉપર નાખી; | |||
ત્યારે ઊછળી અળગો પડીને દેહ પોતાની રાખી.{{Space}} ૨૨ | |||
એવે અંતર માંહે શલ્યરાયે મૂકી મોટી સાંગ; | |||
સર્પણી સરખી આવી પેઠી અભિમન્યુને અંગ.{{Space}} ૨૩ | |||
ચૌદ બાણ ત્યાં કર્ણે માર્યાં, ભૂરિશ્રવાએ ભોગળ; | |||
કાળકેતુએ ત્રણ ગદા મારી, નવ વળી કુંવરને કળ.{{Space}} ૨૪ | |||
દ્રોણ, કૃપ ને કૃતવર્માએ બાણ માર્યાં વળી; | |||
મહામહારથી પારથનો પુત્ર પડ્યો ધરણે ઢળી.{{Space}} ૨૫ | |||
રૂપે અરુણ-ઉદે સરખો, શોભે કેસરી-કટિનો મોડ; | |||
અકળાઈ પૃથ્વી પર પડ્યો, જાણે ભાંગ્યો ચંપા છોડ.{{Space}} ૨૬ | |||
વસુધાએ અડક્યો નહીં, બાણે વીંધાઈ રહ્યો અંતરિક્ષ; | |||
શક્તિ ભાંગી શરીરની, ત્યારે જુએ ડગમગતે ચક્ષ.{{Space}} ૨૭ | |||
નિસાણ ગડગડ્યાં કૌરવનાં, બોલ્યો દુર્યોધન ધીશ : | |||
‘જા, કાળકેતુ! કર પૂરો, છેદ એહનું શીશ.’{{Space}} ૨૮ | |||
ત્રાહ્ય ત્રાહ્ય દેવતાએ કીધું, દ્રોણ લાગ્યા કહેવા : | |||
‘અફણિયે એ મરશે રાજા, તું એને દે ને રહેવા.’{{Space}} ૨૯ | |||
ભૂપ કહે : ‘કદાપિ એ જીવે તો, આપણથી નહીં જિવાય; | |||
માટે કાળકેતુ! તું જાને વહેલો, ખડ્ગ ગ્રહી કરમાંય :’{{Space}} ૩૦ | |||
મસ્તક છેદવા આવતો દીઠો પડ-પિતરાઈ; | |||
પડ્યાં પડ્યાં અભિમન્યુને, ક્રોધ આવ્યો ભરાઈ.{{Space}} ૩૧ | |||
બકતો વાણી આવતો જાણી, સૂતાં ગદા નાખી સુજાણ; | |||
કાળકેતુને આવી વાગી, ગયા નીસરી પ્રાણ!{{Space}} ૩૨ | |||
શાતા થઈ ત્યારે સુતને કાજે સમર્યા શ્રીભગવાન; | |||
એહવે સ્વર્ગથી એક આવી અપ્સરા લેઈને વિમાન.{{Space}} ૩૩ | |||
પ્રાણ નીસર્યા અભિમનના, દેહ તો દેવતાનો ધરી; | |||
વિમાને બેસી સ્વર્ગે ગયો, શ્રોતાજન બોલો શ્રીહરિ.{{Space}} ૩૪ | |||
::::: '''વલણ''' | |||
શ્રી હરિ મુખે કહો શ્રોતા! યુદ્ધે પડ્યો અભિમન્ય રે; | |||
પછે પાંડવે શું કર્યું? આવ્યા કૃષ્ણ-અર્જુન રે.{{Space}} ૩૫ | |||
</Poem> |
Revision as of 09:15, 13 November 2021
રાગ ધનાશ્રી
એક વૃષકેતુ કર્ણનો કુંવર, આવ્યો કરીને રીસ;
હેલા માત્રમાં અભિમન્યુએ છેદ્યું તેનું શીશ. ૧
સહસ્ર રથ ને ત્રણસેં હાથી, ચૌદ સહસ્ર તોખાર;
અભિમન્યુએ મારિયા,શત લક્ષ ત્યાં અસવાર. ૨
પછવાડેથી કર્ણ આવ્યો, કપટ કરીને પાપી;
તેણે સૌભદ્રેના સારથિનું મસ્તક નાખ્યું કાપી. ૩
નીચ કર્મ ત્યાં દ્રોણ કીધું, કાપી ધનુષ્યની પ્રત્યંચાય;
ભૂરિશ્રવાએ ઘોડા માર્યા, શલ્યે વેધી કાય. ૪
કૃતવર્માએ કવચ કાપ્યું, અશ્વત્થામાએ મુગટ;
એમ સર્વે મળીને વિરથ કીધો સૌભદ્રે સુભટ. ૫
સો સો બાણ રથીએ માર્યાં, શરીર કીધું ચાળણી;
ત્યારે ગદા લઈને ધાયો, કુંવર કરવાને વાળણી. ૬
પલાશ ફૂલ્યો ફાગણ માસે એવી દીસે દેહ;
નારાચ જાતનાં બાણ વાગ્યાં, પડ્યા સોંસરા વેહ. ૭
બહુ પારધીએ પોપટ વીંધ્યો, તરફડે વનમાંય;
તેમ કુંવર અકળાવિયો, કોણ આવે તેની સા’ય? ૮
કૃષ્ણ અર્જુન સાંભર્યા, પિતા માતુલ કો ધાય;
વાઘે ઝાલ્યો મરગલો, શી જીવ્યાની આશાય! ૯
કાકા કરીને સાદ કીધો, કો નવ સાંભળે બોલ;
ભીમને કાને શબ્દ ન પડે, માટે કૌરવે વજડાવ્યાં ઢોલ. ૧૦
પારથ-પુત્રે વિચારિયું : ‘દોહલી વેળા કોનો સાથ?
આણી વેળાએ તો ઉગારે મુને મારા હાથ. ૧૧
એવું કહીને દોટ મૂકી, કર્ણ ભણી કર્યું મુખ;
ગદાપ્રહારે રાધેય પાડ્યો, ઝૂંટી લીધું ધનુષ. ૧૨
કર્ણના ચાપે ટંકરાવ કીધો, ધ્રુજાવ્યા ચૌદ લોક;
દ્રોણ કહે : ‘નાસો દુર્યોધન, એને જીત્યાની આશા ફોક.’ ૧૩
પડ્યાં બાણ વીણ્યાં મહાવીરે, મુખે કર્યો હોકાર;
‘રખે ભાણેજ નવ મરે’ — કૃષ્ણે કીધો વિચાર. ૧૪
કપટ કરીને કૃષ્ણ આવ્યા, રૂપ ઉંદરનું ધરી;
અભિમન્યુના ધનુષ્ય કેરી પ્રત્યંચા પોતે કાતરી. ૧૫
ત્રાહ્ય ત્રાહ્ય દેવતાએ કીધું : ‘આમ નવ ઘટે, ગોપાળ’;
ભાંગ્યું ધનુષ્ય જાણી કૌરવે વીંટી લીધો બાળ. ૧૬
એમ ઉપરાઉપરી ઘા પડે ને છૂંદો કીધી કાય;
તેવે શરીરે ગદા લઈને કૌરવ ઉપર ધાય. ૧૭
પડે પૃથ્વી, બેઠો થાયે, કરે કેસરી નાદ;
‘આવો કૌરવ! છે કોઈ યોદ્ધો?’ કરે યુદ્ધનો સાદ. ૧૮
છ રથીએ ગદા મારી એકેકી માથામાંય;
પાટુ પ્રહારે પૃથ્વી પાડ્યો દુર્યોધન ત્યાં રાય. ૧૯
નાસતા પુરુષને ચરણે ઝાલી ઝીંક્યા અવની સાથ;
બાવીસ સહસ્ર પ્રાક્રમી માર્યા અભિમન્યુએ એક હાથ. ૨૦
પાસ કોએે જવાય નહિ, ને સહેવાય નહિ સંગ્રામ;
પછે દુઃશાસનનો પુત્ર આવ્યો કાળકેતુ એવું નામ. ૨૧
તેના હાથમાંહે ગદા મોટી, અભિમન્યુ ઉપર નાખી;
ત્યારે ઊછળી અળગો પડીને દેહ પોતાની રાખી. ૨૨
એવે અંતર માંહે શલ્યરાયે મૂકી મોટી સાંગ;
સર્પણી સરખી આવી પેઠી અભિમન્યુને અંગ. ૨૩
ચૌદ બાણ ત્યાં કર્ણે માર્યાં, ભૂરિશ્રવાએ ભોગળ;
કાળકેતુએ ત્રણ ગદા મારી, નવ વળી કુંવરને કળ. ૨૪
દ્રોણ, કૃપ ને કૃતવર્માએ બાણ માર્યાં વળી;
મહામહારથી પારથનો પુત્ર પડ્યો ધરણે ઢળી. ૨૫
રૂપે અરુણ-ઉદે સરખો, શોભે કેસરી-કટિનો મોડ;
અકળાઈ પૃથ્વી પર પડ્યો, જાણે ભાંગ્યો ચંપા છોડ. ૨૬
વસુધાએ અડક્યો નહીં, બાણે વીંધાઈ રહ્યો અંતરિક્ષ;
શક્તિ ભાંગી શરીરની, ત્યારે જુએ ડગમગતે ચક્ષ. ૨૭
નિસાણ ગડગડ્યાં કૌરવનાં, બોલ્યો દુર્યોધન ધીશ :
‘જા, કાળકેતુ! કર પૂરો, છેદ એહનું શીશ.’ ૨૮
ત્રાહ્ય ત્રાહ્ય દેવતાએ કીધું, દ્રોણ લાગ્યા કહેવા :
‘અફણિયે એ મરશે રાજા, તું એને દે ને રહેવા.’ ૨૯
ભૂપ કહે : ‘કદાપિ એ જીવે તો, આપણથી નહીં જિવાય;
માટે કાળકેતુ! તું જાને વહેલો, ખડ્ગ ગ્રહી કરમાંય :’ ૩૦
મસ્તક છેદવા આવતો દીઠો પડ-પિતરાઈ;
પડ્યાં પડ્યાં અભિમન્યુને, ક્રોધ આવ્યો ભરાઈ. ૩૧
બકતો વાણી આવતો જાણી, સૂતાં ગદા નાખી સુજાણ;
કાળકેતુને આવી વાગી, ગયા નીસરી પ્રાણ! ૩૨
શાતા થઈ ત્યારે સુતને કાજે સમર્યા શ્રીભગવાન;
એહવે સ્વર્ગથી એક આવી અપ્સરા લેઈને વિમાન. ૩૩
પ્રાણ નીસર્યા અભિમનના, દેહ તો દેવતાનો ધરી;
વિમાને બેસી સ્વર્ગે ગયો, શ્રોતાજન બોલો શ્રીહરિ. ૩૪
વલણ
શ્રી હરિ મુખે કહો શ્રોતા! યુદ્ધે પડ્યો અભિમન્ય રે;
પછે પાંડવે શું કર્યું? આવ્યા કૃષ્ણ-અર્જુન રે. ૩૫