ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 37: Line 37:
{{Right|ર.ર.દ.; ઈ.કુ.}}
{{Right|ર.ર.દ.; ઈ.કુ.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ઉભયમુખતા
|next = ઉરુભંગ
}}
<br>
<br>

Latest revision as of 08:40, 20 November 2021


ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક : ઝીણાભાઈ ર. દેસાઈ ‘સ્નેહરશ્મિ’એ એમની દિવંગત પુત્રી ઉમાની સ્મૃતિમાં, બે વર્ષના સમયગાળામાં પ્રકાશિત ઉત્તમ ગુજરાતી પુસ્તકને પુરસ્કૃત કરવા માટે ૧૯૬૩થી આરંભેલું પારિતોષિક. ગુજરાતી સાહિત્ય પરિષદ-સંચાલિત આ પારિતોષિક પરિષદના દર બે વર્ષે યોજાતા જ્ઞાનસત્ર દરમ્યાન એનાયત થાય છે. તેમજ એનાયતવિધિવેળા પારિતોષિક, પુરસ્કૃત પુસ્તક અને તેના સર્જકનો પરિચય અપાય છે. આરંભે આ પારિતોષિક માટે વિવિધ ગુજરાતી સામયિકોમાં જાહેરાત આપીને તેમજ સાહિત્યના પચાસ અગ્રણી અભ્યાસીઓ પાસેથી પુરસ્કારયોગ્ય જણાતાં પુસ્તકોનાં નામ મેળવીને તેમાંથી, પરિષદે નીમેલી ત્રણ સભ્યોની સમિતિ દ્વારા ઉત્તમ પુસ્તકની પસંદગી થતી હતી પરંતુ પછીથી નિર્ણાયક સમિતિની પસંદગીને જ અંતિમ ગણીને પારિતોષિક અપાય છે. આજ સુધીમાં આ પારિતોષિક પ્રાપ્ત કરનારાં ગુજરાતી પુસ્તકો અને તેના લેખક-સાહિત્યકારોનાં નામ કાલાનુક્રમે આ મુજબ છે : ૧૯૬૩-’૬૪-’૬૫ મહાપ્રસ્થાન ઉમાશંકર જોશી ૧૯૬૬–’૬૭ ઝંઝા રાવજી પટેલ ૧૯૬૮–’૬૯ ખરા બપોર જયંત ખત્રી ૧૯૭૦–’૭૧ પરલોકે પત્ર હીરાબહેન પાઠક ૧૯૭૨–’૭૩ સમીપ પ્રિયકાન્ત મણિયાર ૧૯૭૪–’૭૫ ઉપરવાસ નવલત્રયી રઘુવીર ચૌધરી ૧૯૭૬–’૭૭ વમળનાં વન જગદીશ જોશી ૧૯૭૮–’૭૯ ખડિંગ રમેશ પારેખ ૧૯૮૦–’૮૧ અંતર ગાંધાર રાજેન્દ્ર શુક્લ ૧૯૮૨–’૮૩ મૃગયા જયન્ત પાઠક ૧૯૮૪–’૮૫ ધૂળમાંની પગલીઓ ચંદ્રકાન્ત શેઠ ૧૯૮૬–’૮૭ ગાંધીજી : કેટલાક સ્વાધ્યાયલેખો નગીનદાસ પારેખ ૧૯૮૮–’૮૯ પ્રકાશનો પડછાયો દિનકર જોશી ૧૯૯૦–’૯૧ વરદા સુન્દરમ્ ૧૯૯૨–’૯૩ હિંડોળો ઝાકમઝોળ બકુલ ત્રિપાઠી ૧૯૯૪–’૯૫ રાતવાસો મણિલાલ હ. પટેલ ૧૯૯૬–’૯૭ બિલ્લો ટિલ્લો ટચ ગુણવંત શાહ ૧૯૯૮–’૯૯ તત્ત્વમસિ ધ્રુવ ભટ્ટ ૨૦૦૦–’૦૧ પોઠ મોહન પરમાર ૨૦૦૨–’૦૩ મારું જીવન એ જ મારી વાણી ભા. ૧-૪ નારાયણ દેસાઈ ૨૦૦૪–’૦૫ શનિમેખલા મધુસૂદન ઢાંકી ૨૦૦૬–’૦૭ એક ક્ષણનો ઉન્માદ હરીશ નાગ્રેચા ૨૦૦૮–’૦૯ બરડાના ડુંગર પ્રવીણ પંડ્યા ૨૦૧૦–’૧૧ અણસરખી રેખાઓ પ્રવીણ દરજી ૨૦૧૨–’૧૩ ઝાકળ ને તડકાની વચ્ચે હર્ષ બ્રહ્મભટ્ટ ૨૦૧૪–’૧૫ વાસ્તવવાદી નાટકઃ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભરત દવે ૨૦૧૬–’૧૭ ક્રૉસરોડ વર્ષા અડાલજા ર.ર.દ.; ઈ.કુ.