ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શાહનામા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાહનામા'''</span> : (૧૦૧૦) પર્શિયાના સુલતાન મહમુદ...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = શાસ્ત્રીય અર્થનિવેશકકવિ
|next = શાંતરસ
}}

Latest revision as of 12:14, 7 December 2021



શાહનામા : (૧૦૧૦) પર્શિયાના સુલતાન મહમુદ ઈબ્ન સબુકતાગિનની પર્શિયન ઇતિહાસનું આલેખન કરવાની વિનંતી સ્વીકારીને ફિરદૌસે લખેલું મહાકાવ્ય. મનુષ્યની ઉત્પત્તિથી આરંભીને સમ્રાટ જમશેદના શાસનનો સુવર્ણકાળ, જુલમગાર રાજવી ટાઈરન્ટ ઝાહાકનું પાશવી શાસન, પર્શિયન રાષ્ટ્રવીર રુસ્તમની લોકપ્રિયતા, ઈરાન અને તુરાનનો સંઘર્ષ-સમય અને સિકન્દરની ચઢાઈઓ જેવી, પર્શિયાની ચડતી-પડતી દર્શાવતી ઘટનામૂલક સામગ્રીના આધારે છેક સાસાનિયન સામ્રાજ્ય (૨૨૬-૬૪૧) સુધીના પર્શિયાના ઇતિહાસનું આલેખન કરતું આ મહાકાવ્ય ૬૦,૦૦૦ યુગ્મશ્લોકો ધરાવે છે અને તેને પૂરું કરતાં ફિરદૌસને ૩૦/૩૫ વર્ષો લાગ્યાં હતાં. આ કાવ્યકૃતિ દ્વારા કવિનું લક્ષ્ય પર્શિયન-સામ્રાજ્યના ગૌરવ-અસ્મિતાનું ગાન કરવાનું છે. ર.ર.દ.