ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંકર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સહૃદય
|next= સંકેતવિજ્ઞાનઅનેસાહિત્ય
}}

Revision as of 09:14, 8 December 2021


સંકર : સંસ્કૃત અલંકાર. નીરક્ષીર ન્યાયે પરસ્પરમાં મળેલા અલંકારોને સંકર કહેવાય. પરસ્પરથી સ્વતંત્ર નહિ એવા અલંકારોના મિશ્રણમાં એક પ્રધાન અને બીજું ગૌણ હોય ત્યારે અંગાંગિભાવ સંકર નામનો સંકરનો પહેલો પ્રકાર થાય. એક જ રચનામાં આવતા બે અલંકારોમાં નિશ્ચિતપણે અમુક જ અલંકાર છે એવી પ્રતીતિ ન થતી હોય તો એને સંદેહ સંકર કહેવાય અને એક જ શબ્દમાં જ્યારે શબ્દના અને અર્થના અલંકારોનો સમાવેશ થાય ત્યારે એકાશ્રયાનુપ્રવેશ સંકર કહેવાય. જ.દ.