ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક સામર્થ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાહિત્યિક સામર્થ્ય(Literary Competence)'''</span> : વક્તા-શ્રોતામાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સાહિત્યિક સામયિક | |||
|next= સાંખ્યદર્શન | |||
}} |
Latest revision as of 08:46, 9 December 2021
સાહિત્યિક સામર્થ્ય(Literary Competence) : વક્તા-શ્રોતામાં અંતર્નિહિત ભાષાવિષયક નિયમોને ચૉમ્સ્કી ‘ભાષા-સામર્થ્ય’ કહે છે. આ સામર્થ્યના કારણે જ ભાષક ધ્વનિસંદર્ભને સ્પષ્ટ એકમોની વ્યવસ્થા તરીકે પામી શકે છે, અને તેનો અર્થ ગ્રહણ કરી શકે છે. ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચાર આ સંજ્ઞાને સાહિત્યના સંદર્ભમાં પ્રયોજી તેને ‘સાહિત્યિક સામર્થ્ય’ (Literary Competence) એવી સંજ્ઞા આપે છે. સાહિત્યની ભાષાની સમજણ અને સાહિત્યની સમજણ ભાષકના કે ભાવકના ‘સાહિત્યિક સામર્થ્ય’ પર આધારિત છે.
ચં.ટો.