ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વપ્ન-રૂપકકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્વપ્ન-રૂપકકથા(Dream-Allegory)'''</span> : મધ્યકાલીન અંગ્રેજકવિ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સ્વતઃસંભવી
|next= સ્વપ્નવાસવદત્તા
}}

Latest revision as of 11:45, 9 December 2021


સ્વપ્ન-રૂપકકથા(Dream-Allegory) : મધ્યકાલીન અંગ્રેજકવિઓ દ્વારા સર્જાયેલું રૂઢ નિરૂપણાત્મક સ્વરૂપકથક નિરૂપક (narrator) નિદ્રાધીન થાય છે અને સ્વપ્નસૃષ્ટિમાં સરી પડે છે. જે સ્વપ્નો તે જુએ છે તે રૂપકનો જ એક ભાગ હોય છે. તેરમી સદીમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલ ‘Romen de la Rose’ આ પ્રકારનું ઉદાહરણ છે. મધ્યકાળ પછી આ સ્વરૂપનું મહત્ત્વ ઓછું થયું પણ સંપૂર્ણપણે લુપ્ત થયું નહિ. આધુનિકકાળ પર્યંત આ સ્વરૂપ એક યા બીજી રીતે સર્જાતું રહ્યું છે. જેમ્સ જોય્સની નવલકથા ‘finnagans wake’ કે ગુજરાતીમાં રાધેશ્યામ શર્માની ‘સ્વપ્નતીર્થ’ જેવી નવલકથા આ સ્વરૂપના નિદર્શનરૂપ છે. હ.ત્રિ.