કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૩. ભાલ ઉપરની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. ભાલ ઉપરની|}} <poem> તવ ભાલ ઉપરની ચૂમી! એ ચૂમી? કે તલસત રાધા-રમ...")
 
No edit summary
 
Line 18: Line 18:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૨૦૨-૨૦૩)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૨૦૨-૨૦૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૨. ઝૂંક વાગી ગઈ
|next = ૨૪. બોલીએ ના કંઈ
}}

Latest revision as of 06:42, 15 December 2021


૨૩. ભાલ ઉપરની

તવ ભાલ ઉપરની ચૂમી!
એ ચૂમી? કે તલસત રાધા-રમણ-મિલનની ભૂમિ?
ત્યહીં પ્રાણના વેગ તણો રવ
મૌન મહીં લય પામ્યો,
અહો અબાધિત કાલ, મધુર એ
અવસર વિશે વિરામ્યો;
ગૌર કમલ દલ ઉપર ગગન ઘન નીલ રહ્યું’તું ઝૂમી!
ત્યહીં ઉભયને અવલંબન
ઉર ઉર સ્પંદિત નવ છંદ,
સહજ ઢળી પાંપણમાં પ્રગટિત
દ્યુતિમય શાન્ત ઉમંગ;
(એની) નિખિલ ભુવનના વ્યાપ્ત વાયુમાં લહર લહર રહી ઘૂમી!
(સંકલિત કવિતા, પૃ. ૨૦૨-૨૦૩)