કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૭. મહુવર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. મહુવર|}} <poem> મહુવર વાગે રે અંકાશમાં, એ જી પાતાળ નાગણ જાગે...")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૨૪૬)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૨૪૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૬. વનખંડન
|next = ૨૮. ભૈરવી
}}

Latest revision as of 06:47, 15 December 2021


૨૭. મહુવર

મહુવર વાગે રે અંકાશમાં,
એ જી પાતાળ નાગણ જાગે રે;
મહુવર વાગે રે અંકાશમાં.
ઊછળી ઊછળીને ઓરી આવતી
રેલી વખનાં વહેણ;
આગ રે એવી કે ગજવેલ ગાળતી,
હસતું રહે રે કરેણ.
એની આઠ રે દુહિતા દેતી દાનમાં
જેનાં રૂપનો ન પાર,
એકથી એક અદકી ગુમાનમાં
મનીહા પૂરતી હજાર.
નવલો સંસાર તે નહિ માંડીએ,
ભરમની ગૂંથીએ ન જાળ;
ઝાઝેરી દીવાલે દેહ ન બાંધીએ,
રહીએ નહિ અંતરાળ.
બોલે રે મૌવર, નાગણ ડોલતી,
તેજ મસ તેજ તે રેલાય;
અમરતનું અખેભાણ્ડ ખોલતી,
સમદર સુખનો લ્હેરાય.
(સંકલિત કવિતા, પૃ. ૨૪૬)