આત્માની માતૃભાષા/52: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:
{{Right|૨૭-૮-૧૯૭૯}}
{{Right|૨૭-૮-૧૯૭૯}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
૧. ઉમાશંકર જોશી વિશે એક વાત વારંવાર કહેવાઈ છે કે, ઉમાશંકર જોશીની કાવ્યયાત્રા ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો'થી શરૂ થઈ ‘છિન્નભિન્ન છું'ના મુકામે પહોંચે છે. એના અનુસંધાનમાં એમ પણ કહેવામાં આવે છે કે તેમની કવિતા બદલાતા સમય સાથે બદલાતી, પરિવર્તન પામતી રહી છે. આ બંને કાવ્યોની આરંભપંક્તિઓ સાથલગી વાંચીએ તો એમાંનો વિરોધાભાસ તરત દેખાય. આ દેખીતા વિરોધાભાસ અને પરિવર્તનની વચ્ચે પણ તેમની કવિતામાં એક સૂક્ષ્મ સાતત્ય, પહેલેથી તે છેક સુધી, જળવાઈ રહ્યું છે. એ સાતત્ય કયું અને તે કઈ રીતે ‘એક પંખીને કંઈક —’ કાવ્યમાં વિસ્તરે છે અને વિકસે છે તે પહેલા જોઈએ.

Line 35: Line 35:
૧૦. થોડી વાત રચનાકળાની: આ કાવ્ય પંખી, નદી અને સમુદ્ર એ ત્રણ વિશેનાં ત્રણ વાક્યમાં વિસ્તરે છે. એ સૂચવતાં માત્ર ત્રણ જ પૂર્ણવિરામો કવિએ કાવ્યમાં મૂક્યાં છે. જેમાં બે તો પંક્તિ અધવચ છે, ત્રીજું જ પંક્તિને અંતે છે. બાકીની પંક્તિઓ એકબીજાના સાતત્યમાં સંકળાતી ચાલે છે. આ સાતત્યથી સંદેશાનું સાતત્ય પણ સૂચવાયું છે. અછાંદસમાં પણ આવી પ્રવાહી પંક્તિયોજનાનો વિચાર, સફળ છાંદસકાવ્યોના કવિને સૉનેટની પ્રવાહી પંક્તિ-રચના પરથી સૂઝ્યો હશે, કદાચ. r પંખીની વાણી જે સંવાદની અપેક્ષા રાખે છે તે સ્વાભાવિક રીતે લયવાહી સંવાદ જ હોય. [પ્રથમ પંક્તિમાં એનો કૈંક સંકેત પણ છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ આ સંકેત સરસ રીતે સ્પષ્ટ કર્યો છે: ‘એક પંખીને કંઈક કહેવું હતું’ (ગાલગાગા ગાલગાગા ગાલગા)] પરંતુ એ માટે કવિએ છાંદસ લય-અભિવ્યક્તિને બદલે અછાંદસનો સ્વીકાર કર્યો છે. તેમાં આ પરંપરાગત લયસંવાદ તૂટ્યાનું અને પુન: નવો લયસંવાદ રચવાનું ઇંગિત જોઈ શકાય. r આ કાવ્યની કાળયોજના પણ રસપ્રદ છે. એક પંખીને કંઈક કહેવું ‘છે’ એમ હોવું જોઈએ તેને બદલે કહેવું ‘હતું’ એવા નિરૂપણને લીધે રચના આરંભની પંક્તિથી જ ભૂતકાળમાં સરે છે. આવા કાળપરિવર્તન દ્વારા કથનાત્મકતાને અવકાશ મળ્યો છે. એથી આખી ઘટના જાણે હમણાં, નજીકના સમયમાં જ બની ગઈ હોય અને તેની રજૂઆત થતી હોય તેવી કથનશૈલી શક્ય બની છે. એવી કથનશૈલીના અનુસંધાને જ બાળવાર્તા અને પ્રાણીકથામાં હોય તેવાં પ્રાકૃતિક તત્ત્વો પાત્ર તરીકે આવ્યાં અને તેમની ઉક્તિલઢણો પણ શક્ય બની. r પંખી, નદી અને સમુદ્ર એ ત્રણેના સંદેશપાઠ શ્રાવ્ય છે. પરંતુ એ દરેકના શ્રાવ્યગુણ જુદાજુદા છે. એટલું જ નહીં, શ્રાવ્યતાનો અનુભવ પણ જુદો છે. કવિએ કાવ્યની પદાવલિ-યોજનામાં એનો સર્જનાત્મક લાભ લીધો છે. r કાવ્યમાં ક્યાંય, પંખીનો મૂળસંદેશ શું છે તે કવિએ સ્પષ્ટ કર્યું નથી. ‘કંઈક’ શબ્દથી એ સંગોપિત રાખ્યું છે. પંખી કહે અને માનવી સાંભળે તો જ કંઈક એટલે શું? તે સ્પષ્ટ થાય. કાવ્યમાં તો એ બંને વચ્ચે કહેવા-સાંભળવાની ઘટના ઘટતી નથી. પ્રત્યાયન થતું નથી. કાવ્યાન્તે તો સંદેશાના મૂળાક્ષર પણ ભુલાઈ, ભૂંસાઈ જાય છે. છતાં, એ ‘કંઈક’ સંદેશ શું હોઈ શકે તેનું સહૃદય ભાવક સુધી પ્રત્યાયન જરૂર થાય છે. ત્યારે ‘કાવ્ય’ એ જ ‘સંદેશો’ બની રહે છે. આ જેટલો કાવ્યવ્યાપારનો ચમત્કાર છે તેટલો ભાવનવ્યાપારનો ચમત્કાર પણ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 51
|next = 53
}}
18,450

edits