આત્માની માતૃભાષા/36: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 56: Line 56:
S
S
‘ચૈત્રની રાત્રિઓમાં’નું રચનાવિધાન પ્રથમ નજરે જ જરા જુદું પડે છે. જેમ ગીતના પ્રત્યેક અંતરાને અંતે ધ્રુવપંક્તિનું આવર્તન થાય છે તેમ અહીં દરેક ખણ્ડની છેલ્લી પંક્તિને અંતે ‘ચૈત્રની રાત્રિઓમાં’ શબ્દો પુનરાવૃત્ત થતા રહે છે. અને એથી પણ ચૈત્રની ચાંદની-મઢી રાત્રિઓનો કેફ ઘૂંટાતો આવે છે.

{{Poem2Close}}
<poem>
કાવ્યનો આરંભ સરવા કાનના ભાવકોને તરત જ સ્પર્શી જાય છે:

આવે ગ્રીષ્મ ત્વરિત ગતિ, નાસે મધુ ધૂર્ત, છાનો

ફરી ચારે દિશ વિભવ ઉદ્રેક-ઘેલી કલાનો:
ફરી ચારે દિશ વિભવ ઉદ્રેક-ઘેલી કલાનો:
</poem>
{{Poem2Open}}
મંદાક્રાન્તામાં આરંભે ગાગાગાગા — ચાર ગુરુ વર્ણ હોય છે એ તો બધા જાણે છે. અહીં પહેલી નજરે તો ચોથો વર્ણ લઘુ છે. પણ ‘આવે ગ્રીષ્મ’ પછી આવતો ‘ત્વરિત’ શબ્દના ‘ત્વ'નો થડકો ‘ષ્મ'ને ગુરુ બનાવે છે. આ થડકાની સાથે જ ગ્રીષ્મની ત્વરિત ગતિના અનુભવમાં આપણે મુકાઈએ છીએ. પંક્તિનો ઉત્તરાર્ધ ‘નાસે મધુ ધૂર્ત’ વાંચતી વેળાએ મધુનો હ્રસ્વ ‘ધુ’ દીર્ઘ ઉચ્ચારવો પડે છે. એ દીર્ઘ ધૂ ‘ધૂર્ત'ની સાથે ઉચ્ચારાતાં સહેજ ભરાયેલા શ્વાસે નાસતા વસંતનું રૂપ પણ પ્રગટે છે. આ પંક્તિના નવમા અને પંદરમા અક્ષરે આવતા અલ્પવિરામો તથા છેલ્લા શબ્દ સાથે જોડાતી બીજી પંક્તિની પ્રવાહી અભિવ્યક્તિથી કાવ્યોપકારક યતિભંગ થાય છે.

ગ્રીષ્મ આવતાં ચારે તરફ સૌંદર્ય પ્રસરાવીને વસંત જઈ રહ્યો છે એવું દર્શાવી કવિ ઉમાશંકર અટકી ગયા નથી. પુષ્પોની સુગંધ લચી પડી છે ને વસંતમાં નવ-પર્ણોથી સભર બનેલાં તરુઓની ઘેઘૂર છાયાઓના દ્વીપ રચાયા છે, વનશ્રી ફળ આપવા તત્પર — આસન્નપ્રસવા — છે ને વાતાવરણમાં કોકિલના ટહુકાઓ રેલાઈ રહ્યા છે. — ચૈત્રની રાત્રિઓનાં આ અને અન્ય ખણ્ડોમાં આવતાં ઘ્રાણ, શ્રવણ, દર્શન અને સ્પર્શનાં સ્પૃહણીય રૂપો આપણી ચેતનામાં ઊઘડતાં રહે છે.

દ્વિતીય ખણ્ડની લાલિત્યસભર ભવ્ય કલ્પના ગુજરાતી સાહિત્યમાં અ-પૂર્વ છે. પુષ્પોની સુવાસથી (એટલે કે પોતાની સુવાસથી) ઉન્મત્ત બનેલી પૃથ્વી પ(in)દ્મની નાયિકા જેવી લાગે છે. પૃથ્વી પોતાના પ્રિયને મળવા ઠાઠથી આકાશમાં પ્ર-સરે છે, ફરે છે. દશે દિશામાં વહેતી પીમળ પૃથ્વીના મુખનો ઉચ્છ્વાસ છે. આ ઉત્સુકાના અંગ પર જે ઓઢણી લહેરાય છે તે કેવી છે? કવિએ સુવાસિત ચાંદનીના ઉપરણાને પૃથ્વીના અંગ પર ફરફરતું દર્શાવીને સ્પર્શ, દૃશ્ય ને સુગંધ-સંવેદનોને યુગપત્ રીતે વ્યંજિત કર્યાં છે:

વ્યોમે પૃથ્વી મૃદુ અભિસરે સૌરભોન્મત્ત મંદ,

દિક્પ્રાન્તોમાં અવિરત વહંતો મુખોચ્છ્વાસગંધ.

હૈયે એને યુગ યુગ તણી ઊછળે પ્રીત છાની,
હૈયે એને યુગ યુગ તણી ઊછળે પ્રીત છાની,
લ્હેરે અંગે પરિમલભરી પામરી ચંદિરાની.
લ્હેરે અંગે પરિમલભરી પામરી ચંદિરાની.
</poem>
અહીં મને કવિ લાભશંકર ઠાકરના ‘શ્રાવણી પૂર્ણિમા'ની પંક્તિઓ સ્મરણે આવે છે:

ઘેરાયેલા સઘન નભમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં

આકાશેથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું
આકાશેથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું
આવ્યું નીચે ફરફર થતું…
આવ્યું નીચે ફરફર થતું…
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ.૪૨)
</poem>
{{Right|(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ.૪૨)}} <br>
{{Poem2Open}}
મહેકતી ચાંદનીની પામરી ઓઢી અભિસારે નીકળેલી પૃથ્વી નક્ષત્રો સાથે પ્રેમમાં તરબોળ બને ત્યારે અવનવા છંદો ન પ્રગટે કે તે કેફલ ન બને તો જ નવાઈ!

પૃથ્વીના અંતરમાં પ્રણયનું ‘કુહુક’ થતાં જ તેના અનેક જન્મોનો વિષાદ ક્ષણમાં ‘સરે-ઓસરે’ છે:

Line 83: Line 93:
થઈ છે!
થઈ છે!
પાંચમા ખણ્ડમાં કવિ ગામડાના ઘર-આંગણાની, શેરી-ખૂણાની ને અરણ્યની પ્રમાણમાં ઓછી જાણીતી વનસ્પતિઓની વિવિધ સુગંધને માણવા ભાવકને લઈ જાય છે. સુગંધનાં વિવિધ પોત આપણી ચેતનાને સભર બનાવે છે. આંગણાનો લીમડો સહેજ કડવી(‘કટુક’ શબ્દનો પ્રયોગ ઔચિત્યસભર)-મીઠી, પણ ગાઢી છાયા ફેલાવી છાની રીતે પુષ્પોની વિશ્રંભકથા સાંભળે છે. અથવા તો એમ પણ વાંચી શકાય કે લીમડાની મંજરીઓ ને અન્ય પુષ્પોની સુવાસથી આખું આંગણું રણઝણે છે! અહીં સંદર્ભ થોડો જુદો હોવા છતાં ‘વાતો’ (પ્રહ્લાદ પારેખ) સૉનેટની કેટલીક પંક્તિઓનું સ્મરણ કરી શકાય. કવિ આંગણેથી હવે શેરી-ખૂણે લઈ જઈ અરણિના પમરાટ (સુગંધ શબ્દ જરા વજનદાર લાગે) અને અરણ્યમાં ખીલતી કરમદી ને કડાની વાચાળ સુવાસ વચ્ચે આપણને મૂકી દે છે. સુગંધથી રણકતી ને ચાંદનીથી છલકતી રાત્રિઓનો આવો કેફલ અનુભવ ઉમાશંકર જોશીની બહુ જ ઓછી કૃતિઓમાં મળે છે:

મૂંગી-ઘેરી કટુક-મધુરી આંગણે લીમડાની
મૂંગી-ઘેરી કટુક-મધુરી આંગણે લીમડાની
ફેલી છાયા ગુપત સુણતી ગોઠડી મલ્લિકાની.
ફેલી છાયા ગુપત સુણતી ગોઠડી મલ્લિકાની.
Line 89: Line 101:
પૃથ્વી પારે રમી ઢળકતો માતરિશ્વા, મુદાની
પૃથ્વી પારે રમી ઢળકતો માતરિશ્વા, મુદાની
સંચારી ર્હે અઢળક સુધા ચૈત્રની રાત્રિઓમાં.
સંચારી ર્હે અઢળક સુધા ચૈત્રની રાત્રિઓમાં.
</poem>
{{Poem2Open}}
અહીં કવિએ ચૈત્રની સુગંધ-વહી લાવતા પવનને પૃથ્વી પારથી મોરની છટામાં ઢળકતો તાદૃશ કર્યો છે.

કાવ્યના અંતિમ-ખણ્ડમાં અચાનક ગાંધીયુગનો કવિ પ્રગટે છે. અદ્ભુત ચૈત્રી સૌંદર્ય પ્રગટાવનાર કવિ વાચાળ બની કહે છે:

18,450

edits