26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 140: | Line 140: | ||
<center>'''કેળવણી'''</center> | <center>'''કેળવણી'''</center> | ||
કેળવણી વિભાગ સાહિત્યપરિષદનું આવશ્યક અંગ છે. આપણી કેળવણીનું સ્વરાજ્ય આપણને નામનું તો મળી ચૂક્યું છે; પરંતુ એને વાસ્તવિક કરવામાં અત્યારે મોટી મુશ્કેલી આ ખાતા માટે સરકાર પાસેથી નાણાં મેળવવાની છે. એ મેળવવાના માર્ગો પરિષદના પ્રદેશની બહાર છે, પરંતુ એના પ્રદેશની અંદર પણ ઘણું કરવાનું બાકી છે. જેટલાં સાધન આપણને પ્રાપ્ત છે તેટલાંનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવા માટે પ્રજામાં કેળવણી સંબંધી વિચાર કરનારાં મંડળો હોવાં જોઈએ. મિ. મારવિને કહેલું મને યાદ આવે છે કે – ઇંગ્લાંડમાં દર અઠવાડિયે સ્થળે સ્થળે કેળવણી માટે ઉત્સાહ ધરાવનારાં મંડળો મળે છે, ચર્ચા કરે છે, કેળવણીના વિસ્તાર અને સુધારા માટે ઠરાવો કરે છે, યોજનાઓ ઘડે છે, ત્યારે આ દેશમાં તો સઘળું શૂન્યવત્ પડ્યું છે! આપણે આપણા પ્રાન્તમાં કેળવણીના અનેક પ્રયત્નો આરંભ્યા છે, પણ તે હજી પરસ્પર અસૂત્રિત છે. પરિષદનું કામ એમાં સૂત્ર પરોવવાનું, અને એક મુખ્ય કેળવણીમંડળ સ્થાપી એ દ્વારા ગુજરાતની કેળવણી ઉપર દેખરેખ રાખવાનું, અને એના વિસ્તાર તેમજ ગુણમાં દિન પર દિન સુધારા કરવાનું છે. ક્ષણવાર વિચારો કે આજકાલ પશ્ચિમમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સરલ સુબોધ અને રસિક કરવા માટે કેટલા પ્રયત્નો ચાલી રહ્યા છે! કેળવણીના કાર્યમાં પડેલાને જાણીતું છે કે અત્યારે સેંકડો પુસ્તકો જગતના મહાન સાહિત્યને બાલ વિદ્યાર્થીના જીવનમાં ઉતારવા માટે રચવામાં આવે છે. તેમ, વર્તમાન વિજ્ઞાનની પ્રગતિથી પણ તેઓ અજાણ્યાં ન રહે તે માટે કઠિન વિજ્ઞાન પણ સુગ્રાહ્ય રૂપમાં મૂકવામાં આવે છે. આ કાર્ય સફળ રીતે કરવા માટે વિદ્વાન લેખકોની તેમજ બાહોશ પ્રકાશકોની જરૂર છે. બીજુઃ કેળવણી એ શાળાના શિક્ષણને અંતે જ સમાપ્ત થતી નથી એ શિક્ષણશાસ્ત્રનો એક સુવિદિત સિદ્ધાન્ત છે, પણ એ સૂત્રનો અત્યાર સુધી એ જ અર્થ થયો છે કે શાળામાંથી નીકળી મનુષ્ય જીવનમાં પડે છે ત્યારે જીવનરૂપી મહાશાળામાં એનું શિક્ષણ ચાલ્યા કરે છે. આ સત્ય છે. પરંતુ પશ્ચિમમાં એક બીજા અર્થ ઉપર પણ હવે ધ્યાન દેવાવા લાગ્યું છે તે એ કે જીવનના વ્યવસાયમાં પડ્યા પછી પણ મનુષ્યને આત્મશિક્ષણ માટે કાંઈક રૂપાન્તર સાથે શાળા કાયમ રાખવાની જરૂર છે. આ ‘એડલ્ટ એજ્યુકેશન’નો સિદ્ધાન્ત ગરીબોને જ માટે છે એમ નથી; ધનિકોએ પણ શાળા છોડ્યા પછી મૂર્ખ બની જવાનો એટલો જ સંભવ છે. ત્રીજું; કૃષ્ણ ભગવાને જેટલા પ્રેમથી ગોપાલ આહીરોને પોતાના માન્યા હતા તેટલા જ પ્રેમથી ગામડાંની વસ્તીની સાથે એકતા કરવાની જરૂર છે. અને તેથી ગામડાંની કેળવણીનો પ્રશ્ન,– એ કેળવણી કેવી હોવી જોઈએ તથા એને કેવી રીતે રોચક તેમજ હિતપ્રદ અને ઉપયોગી કરી શકાય એ પ્રશ્ન – પણ મન લગાડીને વિચારવાનો છે. | |||
<br> | |||
<br> | |||
<center>'''ઉપસંહાર'''</center> | |||
પરિષદના સામાન્ય ઉદ્દેશ સંબંધી, સાહિત્યના સમુલ્લાસ માટે જોઈતી વસ્તુસ્થિતિ સંબંધી, અને તે તે વિભાગમાં કરવાના કાર્યની દિશા સંબંધી યથાવકાશ મારા વિચારો આપની સમક્ષ મેં મૂક્યા. અન્તમાં હવે પૂર્વોક્ત કાર્ય સિદ્ધ કરવા માટે શાં શાં સાધનોની અપેક્ષા છે એ વિષે બે શબ્દો બોલીને મારું નિવેદન સમાપ્ત કરીશ. પરંતુ તે કરતાં પહેલાં આપણા કર્તવ્યપથમાં પડેલી એક બે મુશ્કેલીઓ નોંધવા જેવી છે. ગયા માર્ચ માસના ‘મૉડર્ન રિવ્ય’માં એક સ્થળે હિન્દુસ્તાનની જુદી જુદી ભાષા બોલનારની સંખ્યા આપી છે. તેમાં પ્રકૃતમાં ઉપયોગી મોટી ચાર ભાષાના આંકડા આ પ્રમાણે છેઃ | |||
હિન્દી બોલનારની સંખ્યા. ૯૮,૧૧૫,૦૦૦ | |||
બંગાળી બોલનારની સંખ્યા. ૪૯,૩૯૪,૯૦૦ | |||
મરાઠી બોલનારની સંખ્યા. ૧૮,૭૯૭,૦૦૦ | |||
ગૂજરાતી બોલનારની સંખ્યા. ૯,૫૫૨,૦૦૦ | |||
અર્થાત્ હિન્દી બોલનારની સંખ્યાના પ્રમાણમાં બંગાળી બોલનારની સંખ્યા લગભગ અડધી છે, મરાઠી બોલનારની પૂરી એક પંચમાંશ પણ નથી, અને ગૂજરાતી બોલનારની એક દશાંશ પણ નથી. આ કારણથી અન્ય પ્રાન્તોમાં લેખકોને એમના પુસ્તકના વિક્રયથી જે પરિતોષ મળી શકે છે તે આપણે ત્યાં દુર્લભ છે. વિશેષમાં આપણે ત્યાં બીજા પ્રાન્તો જેવા આર્થિક જવાબદારી માથે લઈને પુસ્તક છાપનારા (‘ગુજરાતી’ અને ‘સસ્તું સાહિત્ય’ એ બેને ગણીએ તો તે સિવાય) પ્રકાશકો નથી, તેથી મોટે ભાગે ગ્રન્થકર્તાને પોતાને ખર્ચે પોતાને આર્થિક જોખમે જ પુસ્તક છપાવવાં પડે છે, અને તેથી એક પુસ્તકની જાળમાંથી એ મુક્ત ન થાય ત્યાં સુધી એ બીજામાં પડી શકતો નથી. દેખીતી રીતે જૂજ અને હલકું જણાતું આ આર્થિક કારણ વસ્તુતઃ આપણા સાહિત્યના વિકાસમાં એક મોટું પ્રતિબન્ધક છે. એની સામેના ત્રાજવામાં મૂકી શકીએ એવી બે બાબતો છે. એક તો આપણા પ્રાન્તમાં મધ્યમ વર્ગની જનસંખ્યા અન્ય પ્રાન્તોના કરતાં વધારે ધનિક છે, અને બંગાળી બોલનારની અડધી હોઈને પણ હિન્દી કરતાં ચઢિયાતું સાહિત્ય બંગાળ ઉત્પન્ન કરી શક્યું છે તેમ ગૂજરાત પણ ધારે તો કરી શકે. અને પ્રકાશક મંડળની ખામી પણ આપણી સાહિત્યસંસ્થાઓ જરા ઉદારતાથી કામ કરીને પૂરી શકે. તે માટે આ પ્રતિબંધક કારણથી મુંઝાઈ ન રહેતાં, આપણી કાર્યસિદ્ધિ માટે શાં શાં સાધનોની અપેક્ષા છે એનો વિચાર કરીએ તો — श्लोकार्धेन प्रवक्ष्याभि એ ન્યાયે સઘળો ઉત્તર ત્રણ શબ્દોમાં સમાવી શકાય છેઃ (૧) માતૃભાષા; (૨) ગૂજરાત યુનિવર્સિટી અને (૩) તે તે વિષયનાં મંડળો. આમાં, માતૃભાષા એટલે ગૂજરાતીમાં સારી રીતે લખતાં આવડે, અથવા તે એનો એક સ્વતન્ત્ર વિષય તરીકે અભ્યાસ થાય, અથવા તો ગૂજરાતીને સંસ્કૃત પ્રત્યે માતૃબુદ્ધિને બદલે સપત્નીબુદ્ધિથી જોતાં શીખવાય એ વિવક્ષિત નથી. વિવક્ષિત એ છે કે ત્યાં સુધી આપણા વિદ્યાલયો અને છાત્રાલયો ગૂજરાતી ભાષામાં જ ચાલતા ઉચ્ચ શાસ્ત્રના ઊહાપોહથી ગાજે નહિ, ત્યાં સુધી એ ભાષામાં ઉચ્ચ વાઙ્મય ઉત્પન્ન થવાની આશા રાખવી મિથ્યા છે. પરંતુ આ કરવા માટે ગુજરાતના સ્વતન્ત્ર વ્યક્તિત્વને પોષે એવી એક યુનિવર્સિટી ગુજરાતમાં સ્થાપવાની જરૂર છે. ૧૮૫૭માં આપણી મુખ્ય યુનિવર્સિટીઓ સ્થપાઈ તે વખતે સર ચાર્લ્સ વૂડે પ્રકટ કરેલી આશા કે ગ્રેજ્યુએટો પોતાનું જ્ઞાન નીચેના વર્ગમાં ઉતારશે એ અત્યાર સુધી સફળ થઈ નથી તેનું કારણ ગ્રેજ્યુએટોનો દોષ નથી, પણ યુનિવર્સિટીના શિક્ષણમાં સર્વ શાસ્ત્રના મણિગણમાં માતૃભાષા સૂત્રવત્ પરોવાયેલી નથી. એ જ છે. રાજા રામમોહનરાય અને મેકોલેએ સ્થાપેલી અને સર ચાર્લ્સ વૂડે અભિષિક્ત કરેલી શિક્ષણપ્રણાલી લગભગ સો વર્ષ સુધી એના એ રૂપમાં જ ચાલ્યાં કરે એ જ એની જડતાની પૂરી નિશાની છેઃ સુભાગ્યે હવે એ પ્રણાલી બદલવા તરફ વિદ્વન્મત વળ્યા છે, અને ગુજરાત યુનિવર્સિટી સ્થાપીને ઉચ્ચ શિક્ષણનો નવો યુગ આપણે આરંભીએ તો તે માટે સમય પાકી ચૂક્યો છે. | |||
મુંબાઈમાં યુનિવર્સિટી છે તો પછી ગુજરાતમાં શા માટે જોઈ એ એમ પૂછવામાં આવે તો એનો ઉત્તર બે વર્ષ ઉપર મેં આપ્યા હતો એ જ આજ આપું છું. રાજ્ય—અર્થ—અને મનુષ્ય સંસ્કૃતિનાં શાસ્ત્રોથી સ્વીકારાયેલું આ સત્ય છે કે હરેક પ્રજાની સંસ્કૃતિ સમપ્રમાણુ વિસ્તરવી જોઈએ. ગામડાં તૂટીને ગામ વસે કે ગામ તૂટીને શહેરો વસે, કે શહેરો તૂટીને રાજધાની જ પરિપુષ્ટ થાય એમાં દેશનું કલ્યાણુ નથી. માત્ર સંખ્યાની દૃષ્ટિએ જ એમાં અપૂર્ણતા છે એમ નથી. પણ રાષ્ટ્રદેહના અમુક અમુક અવયવોનો એમાં પક્ષઘાત છે, અને પક્ષપાતવાળું રોગી શરીર માત્ર અમુક અવયવમાં જ રોગી રહીને અટકતું નથી, પણ આખા દેશની તંદુરસ્તીને બગાડે છે, અને પરિણામે એનો વિનાશ કરે છે. ગૂજરાતની બુદ્ધિશક્તિ કે નૈતિક સામર્થ્ય કે ધનસંપત્તિ બધી મુંબાઈમાં જઈ વસે એ કદાપિ ઇષ્ટ નથી. ગૂજરાતના દરેક શહેર ગામ અને ગામડામાં આ શક્તિ સામર્થ્ય અને સંપત્તિનું રુધિર ફરતું રહેવું જોઈએ, જેથી એનો લાભ દરેક અવયવને મળતો જ રહે કેટલાક તરફથી આ સામે વિચારવા લાયક પણ વસ્તુતઃ ઊંડા વિચાર વિનાની એક દલીલ સાંભળશો કે મુંબાઈની કોલેજમાં ભણવા જવાથી ચાલાકી આવે છે, અને કેટલાક વિદ્યાર્થીએ જેમનું દુર્ભાગ્ય રજવાડાની સાંકડી ખટપટમાં ઊછરવાનું છે તેમને માટે આ મુક્તિ પણ છે. પણ આવી દલીલ કરનારને પૂછશો કે આ સ્થિતિ સાથી ઉદ્ભવી છે? એ દૂર કરવાનું મુખ્ય સાધન એ છે કે મુંબાઈની ઉચ્ચ કેળવણી અને સ્વતંત્રતાનું વાતાવરણ જે મુંબાઈમાં જ ભરી મૂક્યું છે. એનો વિસ્તાર ગૂજરાતના સર્વ ભાગમાં થવો જોઈએ; અને એ જ ખરું જીવન છે; રાજધાની એ જ પ્રજા નથી. કૂપમંડૂકવૃત્તિ બેશક ખોટી છે, પણ કૂવા અને નદીઓ વિનાનું મનુષ્યજીવન કેવું? સાગરથી નદીઓની ગરજ સરે? બલ્કે નદીઓ વિના સાગર કેવો? ગૂજરાત વિના મુંબાઈ પણ તેવું જ. મુંબાઈ માથે ભાર ઘણો છે, એ ભાર ઘટાડો. ગુજરાત યુનિવર્સિટી સ્થાપવા માટે ઘણાં કારણો છે, પણ અન્ય કોઈ પણ કારણ ન હોય તોપણ આ એક જ કારણ મુંબાઈના હિત ખાતર પણ થોડું નથી. મુંબાઈને પોતાને પોતાનું કામ સારી રીતે કરવા દેવું હોય તો એને માથે પડેલા ભારની વહેંચણી થઈ જવી જોઈએ. મુંબાઈથી પણ વિશિષ્ટતા વગરની, મુંબાઈની જ પ્રતિબિમ્બભૂત, ગૂજરાત યુનિવર્સિટી થાય તો તે પણ મુંબાઈનો ભાર ઘટાડવા માટે ઇષ્ટ છે. જો કે તેવી જ થશે એમ માનવાને કારણ નથી.'' | |||
અત્યારે પ્રશ્ન યુનિવર્સિટી માટે જોઈતા ધનનો જ રહ્યો છે અને ધન પણ ગૂજરાતમાં નથી એમ નથી. તેથી ખરો પ્રશ્ન તો ધનનો પણ નહિ, કિંતુ ધનને દાનમાં વહેવરાવવાનો જ. તે માટે પ્રબળ લોકમત ઉત્પન્ન કરવો, સર ચિમનલાલ જેવા અનુભવી જનોને અગ્રેસર કરવા, અને આપણા ધનિકોને રાજારજવાડાઓને અને બ્રિટિશ અધિકારીઓને કર્તવ્ય પરાયણ કરવા એ કામ પરિષદે વિના વિલમ્બે ઉપાડી લેવું જોઈએ. પરંતુ એ માટું કર્તવ્ય કરવામાં ગૂંથાતાં આપણાં નાનાં કર્તવ્ય ભૂલવાં ન જોઈ એ. એવું એક નાનું કર્તવ્ય તે વિવિધ જ્ઞાનવર્ધક મંડળોની સ્થાપના છે. આ કાર્ય માટે આપણા અર્વાંચીન, યુગના પહેલા ખંડના પૂર્વજોની પદ્ધતિમાંથી દાખલો લેવાનો છે: એ જમાનો મંડળસ્થાપનાનો હતો: ગૂજરાત વર્નાક્યુલર સોસાઇટી, બુદ્ધિવર્ધક સભા, ફૉર્બસસભા, વગેરે મંડળ રચીને સહકારની પદ્ધતિએ સાહિત્યસેવા કરવા માટે એણે ઊંડા પાયા નાખ્યા છે. એ જમાનાએ એના સમયને ઉચિત મંડળો રચવાનાં હતાં. પશ્ચિમની વિદ્યા પૂર્વમાં કેમ ઉતારવી એટલો જ એના આગળ પ્રશ્ન હતો. વર્તમાન જમાનાનો પ્રશ્ર એ વિદ્યાને પણ અનેક રીતે કસોટીએ ચઢાવી શુદ્ધ કરી અત્રે વસાવવાનો છે, એટલું જ નહિ પણ પ્રાચીન આર્ય સંસ્કૃતિને પણ પૂરા ન્યાય આપવા એણે તત્પર થવાનું છે, તે માટે તત્ત્વચિન્તક, ઇતિહાસશોધક, વિજ્ઞાનપ્રચારક, શિક્ષણસુધારક, સાહિત્યસંવર્ધક, કલાપ્રરોચક, આદિ અનેક વિષયનાં મંડળો સ્થાપી ગૂજરાતની બુદ્ધિને અને એની ભાષાને ઉચ્ચતર ભૂમિકાએ ચઢાવવાની છે. | |||
આપણી પરિષદ એકની એક પ્રણાલિકામાં ઘણાં વર્ષો ચાલી. હવે યુગપરિવર્તનો કાળ આવ્યો છે. અને સઘળી સ્થિતિ પરિવર્તને અનુકૂળ છે. ક્ષણવાર વર્તમાનને ભેદી ભવિષ્યમાં દૃષ્ટિ નાંખો. ચર્મચક્ષુથી આપણો સારસ્વત ઉદ્યાન નિહાળો. સર્વત્ર વસન્તના વાયુ વાઈ રહ્યા છે, વૃક્ષો નવપલ્લવ થઈ ગયાં છે, આંબે મોર બેઠો છે, ભ્રમરા ગુંજે છે – શ્રદ્ધા રાખો કે થોડા સમયમાં આમ્રફળ પણ આવશે, ડાળો ફળભારથી લચશે, અને વૃક્ષે વૃક્ષે કોયલ ટહૂકશે. આ આપણાં સ્વપ્નાં નથી. આપણા સાચા મનોરથ છે, આપણી આશાઓ છે. આ સુન્દર આસો માસની શરદ પૂનમની સંનિધિમાં વિશ્વના રામેશ્વર બંસીધરને આપણી પ્રાર્થનાઓ છે. | |||
આ પ્રાર્થના સફળ થાય, પ્રભુના અનુગ્રહના આપણે અધિકારી થઈએ. તે માટે શું કરીશું? મીરાં પ્રાર્થતી હતી તેમ પ્રભુના બાગમાં બાગવાન થઈશું: ક્યાં નવા રોપ રોપવા, ક્યાં પાણી પાવું, ક્યાં શું ખાતર પૂરવું, ડાળીઓ ક્યાં કેવી વાળવી, કેવી ટેકાવવી, ક્યાં કાતર મુકવી, કોની કલમ કાપવી, ક્યાં ચોટાડવી, ઇત્યાદિ અસંખ્ય વિગતોવાળી બાગવાનની કલા આપણે શીખીશું અને પ્રયોજીશું. | |||
એ જ્ઞાન અને શક્તિ આપણને પ્રાપ્ત થાય તે માટે સહુ પ્રાર્થના કરીએ કે: | |||
सह वीर्यं करवामहै । तेजस्विनोऽप्यधीतमस्तु मा विद्विषामहै | |||
मा विद्विषामहै | |||
मा विद्विषामहै।। | |||
शान्तिरस्तु पुष्टिरस्तु आत्मकलासमृद्धिरस्तु ॥ | |||
सर्वे मेधाविनः सन्तु सर्वे सन्तु निरामयाः। | |||
आत्मज्योतिश्च पश्यन्तु मा कश्चित्तम आप्नुयात् ॥ | |||
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ | |||
{{Poem2Close}} | |||
<center>* * *</center> |
edits