ઋણાનુબંધ/કારણ કે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કારણ કે|}} <poem> હું ઉદાસ છું કારણ કે મધ્યાહ્ને સૂર્ય આથમી ગયો...")
 
No edit summary
 
Line 23: Line 23:
કારણ કે સપનાં નંદવાઈ ગયાં છે.
કારણ કે સપનાં નંદવાઈ ગયાં છે.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = માતૃભાષા
|next = એટલે…
}}

Latest revision as of 07:02, 19 April 2022

કારણ કે


હું ઉદાસ છું
કારણ કે મધ્યાહ્ને સૂર્ય આથમી ગયો છે;
કારણ કે ઘાસ પીળું પડી ગયું છે;
કારણ કે પતંગિયાં ઊડી ગયાં છે;
કારણ કે ફૂલો કરમાઈ ગયાં છે;
કારણ કે વૃક્ષોનાં પાંદડાં જમીન પર પડ્યાં છે;
કારણ કે ભીંજવ્યા વિનાનો વરસાદ વરસે છે;
કારણ કે અંધારું છવાતું જાય છે;
કારણ કે દીવાલો પડું પડું થાય છે;
કારણ કે વિચારોનું વાવાઝોડું ત્રાટકે છે;
કારણ કે અનેક પ્રશ્નો સળવળે છે;
કારણ કે દલીલોની ભુલભુલામણી છે;
કારણ કે મન ભૂલું પડ્યું છે;
કારણ કે સ્મરણોની વણજાર આંખે ઊભરાય છે;
કારણ કે બોદા શબ્દોથી હોઠ એંઠા થયા છે;
કારણ કે રાહ જોતા પગ ખોટા પડી ગયા છે;
કારણ કે તણખલું ડૂબી ગયું છે;
કારણ કે સપનાં નંદવાઈ ગયાં છે.