ઋણાનુબંધ/એટલે…
Jump to navigation
Jump to search
એટલે…
ઘર છે
એટલે બારીઓ છે એટલે આકાશ છે
એટલે પક્ષીઓ ઊડે છે એટલે પતંગ ચગે છે
એટલે કિલકિલાટ છે એટલે દોડાદોડ છે
એટલે બાળક પડે છે એટલે લોહી દડે છે
એટલે રુદન છે એટલે મા દોડી આવે છે
એટલે પ્રેમ છે એટલે પ્રાર્થના છે
એટલે આજ છે એટલે કાલ છે.