ઋણાનુબંધ/મારું ગણિત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મારું ગણિત|}} <poem> પતિને પરમેશ્વર માનનારી સ્ત્રી હું નથી. અન...")
 
No edit summary
 
Line 20: Line 20:
મારા ગણિતમાં છે જ નહીં!
મારા ગણિતમાં છે જ નહીં!
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = એટલે…
|next = કેવળ
}}

Latest revision as of 07:03, 19 April 2022

મારું ગણિત


પતિને પરમેશ્વર માનનારી સ્ત્રી
હું નથી.
અને
એટલે જ
પતિના અવસાન પછી
મૂરઝાયેલા ફૂલ જેમ
શેષ આયુષ્ય વિતાવવાના
આપણા ઉત્કૃષ્ટ રિવાજને
હું
વધાવી શકતી નથી.

હું
સ્વર્ગે જઈશ
એવી કોઈ ગણતરી
મારા ગણિતમાં છે જ નહીં!