ઋણાનુબંધ/સ્વેટર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વેટર|}} <poem> હૂંફ માટે બે જુદા જુદા ઊનનું જુદા જુદા રંગનું...")
 
No edit summary
 
Line 34: Line 34:
ફરી ગૂંથી શકાય (તો)?
ફરી ગૂંથી શકાય (તો)?
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = અર્થ મળે છે
|next = ભ્રષ્ટ
}}

Latest revision as of 09:40, 20 April 2022

સ્વેટર


હૂંફ માટે
બે
જુદા જુદા ઊનનું
જુદા જુદા રંગનું
હોંશે હોંશે ખરીદાયેલું
આકર્ષક સ્વેટર.

પણ હવે
પહેરવાની મઝા નથી—
એ બંધબેસતું જ નથી!
વાંકુંચૂકું ગળું
ટૂંકી બાંયો
ને ઠેકઠેકાણે પડતી ખોળ.
વળી,
મોટા સોયાથી ગૂંથાયું હશે કે કેમ
એનાં કાણાં એટલાં મોટાં
કે
સૂસવતો પવન છાતીએ વળગે…
લેતાં તો લેવાઈ ગયું
પણ હવે
ઘેરો લાગતો રંગ
ને
ડિઝાઇન પણ ના પસંદ!

થાય છે—
ઊન ખરાબ કર્યા વિના
આખું સ્વેટર ઉકેલી
નવી મનપસંદ ડિઝાઇનમાં
ફરી ગૂંથી શકાય (તો)?