ઋણાનુબંધ/૧. મારો અને કવિતાનો સંબંધ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. મારો અને કવિતાનો સંબંધ|}} {{Poem2Open}} કૉલેજમાં હતી ત્યારે ખબર ન...")
 
No edit summary
 
Line 91: Line 91:
કવિએ પોતે પોતાની કવિતા વિશે ઝાઝું કહેવાનું ન હોય. હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે. ભારત માટે સોરવાતી હોઉં છું છતાંય મને કોઈક વાર બીક લાગે છે કે ભારત જઈશ તો કવિતા છટકી તો નહીં જાય ને! આ તો મારો એક સ્થાયી કે અસ્થાયી ભાવ હોઈ શકે. પણ કવિતાને ભોગે હું કશું કરવા નથી માગતી. મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઈ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે. આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો. છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી. આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતા પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી. મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪. તમને અમેરિકન ડ્રેસ નહીં શોભે
|next = ૨. થોડીક મારી — મારાં ગીતની વાત
}}
26,604

edits