સોરઠી સંતવાણી/સાધુની સંગત: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાધુની સંગત|}} <poem> શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ! ::: જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
::: જેને વચનુંની સાથે વેવાર રે — શીલવંત. | ::: જેને વચનુંની સાથે વેવાર રે — શીલવંત. | ||
</poem> | </poem> | ||
<center>[ગંગાસતી]</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મન નો ડગે | |||
|next = ગુરુજીનું ધ્યાન | |||
}} |
Latest revision as of 07:26, 28 April 2022
સાધુની સંગત
શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ!
જેનાં બદલે નહીં વ્રતમાન રે
ચિત્તની વરતી જેની સદાય નિરમાળી
જેને મા’રાજ થયા મે’રબાન રે —
ભાઈ રે! શત્રુ ને મિત્ર રે એકે નહીં ઉરમાં
જેને પરમારથમાં પ્રીત રે,
મન ક્રમ વાણીએ વચનુંમાં ચાલે ને
રૂડી પાળે એવી રીત રે — શીલવંત.
ભાઈ રે! આઠે પો’ર મનમસ્ત થઈ રે’વે
જેને જાગી ગયો તુરિયાનો તાર રે
નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને
સદાય ભજનનો આહાર રે — શીલવંત.
ભાઈ રે સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને
ત્યારે ઊતરશો ભવપાર રે
ગંગા સતી એમ બોલિયાં ને
જેને વચનુંની સાથે વેવાર રે — શીલવંત.