સોરઠી સંતવાણી/ગુરુજીનું ધ્યાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગુરુજીનું ધ્યાન|}} <poem> નવધા ભગતિમાં નિરમળ રે’વું ને :::: શીખવ...")
 
No edit summary
 
Line 21: Line 21:
:::: છોડી દેવાં અશુદ્ધ કરમ રે — નવધા.
:::: છોડી દેવાં અશુદ્ધ કરમ રે — નવધા.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = સાધુની સંગત
|next = વચનની શક્તિ
}}

Latest revision as of 07:48, 28 April 2022


ગુરુજીનું ધ્યાન

નવધા ભગતિમાં નિરમળ રે’વું ને
શીખવો વચનુંનો વિશવાસ રે,
સતગુરુને પૂછીને પગલાં ભરવાં ને
થઈને રહેવું તેના દાસ રે.
ભાઈ રે! રંગરૂપમાં રમવું નહીં ને
કરવો ભજનુંનો અભિયાસ રે,
સતગુરુ સંગે એકાંતમાં રે’વું ને
તજી દેવી ફળની આશ રે — નવધા.
ભાઈ રે! દાતા ને ભોગતા હરિ એમ કે’વું ને
રાખવું નિરમળ જ્ઞાન રે,
સતગુરુ ચરણમાં શીશ નમાવવું રે
ધરવું ગુરુજીનું ધ્યાન રે — નવધા.
ભાઈ રે! અભ્યાસીને એવી રીતે રે’વું ને
જાણવો વચનનો મરમ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
છોડી દેવાં અશુદ્ધ કરમ રે — નવધા.

[ગંગાસતી]