સોરઠી સંતવાણી/વચનનો વિવેક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વચનનો વિવેક|}} <poem> વચન વિવેકી જે નરનારી, પાનબાઈ, :::: તેને બ્રહ...")
 
No edit summary
 
Line 21: Line 21:
:::: કરવો વચનવાળાનો સંગ. — વચન વિવેકી.
:::: કરવો વચનવાળાનો સંગ. — વચન વિવેકી.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = વચનની શક્તિ
|next = જુક્તિની જાણ
}}

Latest revision as of 08:53, 28 April 2022


વચનનો વિવેક

વચન વિવેકી જે નરનારી, પાનબાઈ,
તેને બ્રહ્માદિક લાગે પાય;
તથારથ વચનની સાન જેણે જાણી, પાનબાઈ!
તેને કરવું હોય તેમ થાય. — વચન વિવેકી.
વચનમાં સમજે તેને મહાસુખ થાય રે
ઈ તો ગત ગંગાજી કહેવાય,
એકમના થૈને આરાધ કરે તો તો
નકળંગ પરસન થાય. — વચન વિવેકી.
વચને થાપ ને વચને ઉથાપ. પાનબાઈ!
વચને મંડાય જોને પાઠ,
વચનના પૂરા તે તો નહીં રે અધૂરા
વચનનો લાવો જોને ઠાઠ. — વચન વિવેકી.
વસ્તુ વચનમાં છે પરિપૂરણ, પાનબાઈ!
વચન છે ભક્તિનું જોને અંગ;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
કરવો વચનવાળાનો સંગ. — વચન વિવેકી.

[ગંગાસતી]