સોરઠી સંતવાણી/જુક્તિની જાણ: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જુક્તિની જાણ|}} <poem> જુગતી તમે જાણી લેજો, પાનબાઈ! ::: મેળવો વચન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
::: તેને તો નમે જગતમાં બધા. — જુગતી. | ::: તેને તો નમે જગતમાં બધા. — જુગતી. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = વચનનો વિવેક | |||
|next = મરજીવા થઈને | |||
}} |
Latest revision as of 08:55, 28 April 2022
જુક્તિની જાણ
જુગતી તમે જાણી લેજો, પાનબાઈ!
મેળવો વચનનો એક તાર,
વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમનો માર —
ભાઈ રે! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે,
મરજાદ લોપાઈ ભલે જાય.
ધરમ અનાદિનો જુગતીથી ખેલો
જુગતીથી અલખ તો જણાય. — જુગતી.
ભાઈ રે! જુગતીથી સેજે ગુરુપદ જડે, પાનબાઈ!
જુગતીથી તાર જોને બંધાય,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં
જુગતી જાણે તો પાર પોંચી જાય. — જુગતી.
ભાઈ રે! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે,
તે તો હરિ જેવા બની રે’ સદા;
ગંગા રે સતી એમ બોલિયાં રે
તેને તો નમે જગતમાં બધા. — જુગતી.