સોરઠી સંતવાણી/તાર લાગ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તાર લાગ્યો|}} <poem> હેઠાં ઊતરીને પાયે લાગ્યાં ને :::: ઘણો કીધો છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:::: એવું સમજીને કરવી લેર રે. — હેઠાં. | :::: એવું સમજીને કરવી લેર રે. — હેઠાં. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ચક્ષુ બદલાઈ | |||
|next = સાંગોપાંગ | |||
}} |
Latest revision as of 10:45, 28 April 2022
તાર લાગ્યો
હેઠાં ઊતરીને પાયે લાગ્યાં ને
ઘણો કીધો છે ઉપકાર રે,
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી ને
લાગ્યો અકર્તા પુરુષમાં તાર રે —
ભાઈ રે! અખંડ અમર અવિનાશી ભાળ્યા ને
વસ્તુ છે અગમ અપાર રે;
દયા કરીને મુજને દરસાવ્યા ને
અનામ એક નિરધાર રે. — હેઠાં.
ભાઈ રે! સમજીને વાસના સમાઈ ગઈ ને
અનુપમ છે એક રૂપ રે,
આતમાને ભિન્ન નવ જાણો ને
એ તો છે શુદ્ધ નિરંજન ભૂપ રે. — હેઠાં.
ભાઈ રે! સરવેની સાથે મિત્રતા રાખજો ને
નહીં પ્રીતિ નહીં વેર રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એવું સમજીને કરવી લેર રે. — હેઠાં.