સોરઠી સંતવાણી/તાર લાગ્યો
Jump to navigation
Jump to search
તાર લાગ્યો
હેઠાં ઊતરીને પાયે લાગ્યાં ને
ઘણો કીધો છે ઉપકાર રે,
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી ને
લાગ્યો અકર્તા પુરુષમાં તાર રે —
ભાઈ રે! અખંડ અમર અવિનાશી ભાળ્યા ને
વસ્તુ છે અગમ અપાર રે;
દયા કરીને મુજને દરસાવ્યા ને
અનામ એક નિરધાર રે. — હેઠાં.
ભાઈ રે! સમજીને વાસના સમાઈ ગઈ ને
અનુપમ છે એક રૂપ રે,
આતમાને ભિન્ન નવ જાણો ને
એ તો છે શુદ્ધ નિરંજન ભૂપ રે. — હેઠાં.
ભાઈ રે! સરવેની સાથે મિત્રતા રાખજો ને
નહીં પ્રીતિ નહીં વેર રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એવું સમજીને કરવી લેર રે. — હેઠાં.