સોરઠી સંતવાણી/સંસ્કાર જોવા: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંસ્કાર જોવા|}} <poem> દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને :::: એવું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:::: એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે. — દળી દળીને. | :::: એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે. — દળી દળીને. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = બેપરવાઈ | |||
|next = શિષ્ય કોને કરવો? | |||
}} |
Latest revision as of 10:59, 28 April 2022
સંસ્કાર જોવા
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને
એવું કરવું નહીં કામ રે,
આપણી વસ્તુ ન જાય અવરથા ને એ
જવાનું લેવું નહીં નામ રે —
ભાઈ રે સેવા કરવી તો છેલ્લા જનમવાળાની ને
ભજનમાં જોવા સંસ્કાર રે,
જો પુરવનું પુરુષારથ હોય એહનું ને
તો મેળવવો વાતનો એકતાર રે. — દળી દળીને.
ભાઈ રે વિષયવાળાને આ વાત ન કહેવી ને
એથી રાખવું અલોપ રે,
દેખાદેખીએ મરને કંઠી બંધાવે ને
શુદ્ધ રંગનો ચડે ન ઓપ રે. — દળી દળીને.
ભાઈ રે ઉત્તમ કર્મ જો કરે ફળની આશાએ ને
એવાને ન લાગે હરિનો લેશ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે. — દળી દળીને.