સોરઠી સંતવાણી/ભૂલેલ મન સમજાવે: Difference between revisions
Jump to navigation
Jump to search
[રામૈયો]
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
અર્થ : મારો ગુરુ બાળુડો બાવો ભાનભૂલ્યા મનને સમજાવે છે. ખડીનો ખડિયો સ્લેટ લઈને ચાલ્યા તો ભણવા, પણ જઈને ભણાવ્યું દુનિયાને. સાપ વીંછીના મંત્રો તો મારા ગુરુ જાણતા નથી, છતાં સંસારની વાસનાઓરૂપી ઝેર નાગણીઓને પોતે વશ કરી છે. કોળી-પાવળ એટલે ધર્મોત્સવના પ્રસાદનો કોળિયો પોતે મૂઠીમાં રાખે છે, અને નદીઓનાં નીર ચલાવે છે. (આનો ગૂઢાર્થ સમજાતો નથી.) | અર્થ : મારો ગુરુ બાળુડો બાવો ભાનભૂલ્યા મનને સમજાવે છે. ખડીનો ખડિયો સ્લેટ લઈને ચાલ્યા તો ભણવા, પણ જઈને ભણાવ્યું દુનિયાને. સાપ વીંછીના મંત્રો તો મારા ગુરુ જાણતા નથી, છતાં સંસારની વાસનાઓરૂપી ઝેર નાગણીઓને પોતે વશ કરી છે. કોળી-પાવળ એટલે ધર્મોત્સવના પ્રસાદનો કોળિયો પોતે મૂઠીમાં રાખે છે, અને નદીઓનાં નીર ચલાવે છે. (આનો ગૂઢાર્થ સમજાતો નથી.) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ભીતર સદગુરુ મળિયા | |||
|next = મેં ગભરુ ગુરુ કા | |||
}} |
Latest revision as of 12:07, 28 April 2022
ભૂલેલ મન સમજાવે
ભૂલેલ મન સમજાવે બાળુડો બાવો, ભૂલેલ મન સમજાવે.
ખડિયો ને પાટી લૈ ભણવા રે ચાલ્યા ત્યારે
અભણ રે ભણાવે. — બાળુડો બાવો.
એરુ વીંછીના બાવો મંતર ન જાણે ઈ તો
નાગણિયુંને નચાવે. — બાળુડો બાવો.
કોળી પાવળ બાવો મૂઠીમાં રાખે ત્યારે
નદીયુંનાં નીર ચલાવે. — બાળુડો બાવો.
વેલાને ચરણે રામયો બોલિયા,
ઝીણા ઝીણા મે વરસાવે
બાળુડો બાવો ભૂલેલ મન સમજાવે.
અર્થ : મારો ગુરુ બાળુડો બાવો ભાનભૂલ્યા મનને સમજાવે છે. ખડીનો ખડિયો સ્લેટ લઈને ચાલ્યા તો ભણવા, પણ જઈને ભણાવ્યું દુનિયાને. સાપ વીંછીના મંત્રો તો મારા ગુરુ જાણતા નથી, છતાં સંસારની વાસનાઓરૂપી ઝેર નાગણીઓને પોતે વશ કરી છે. કોળી-પાવળ એટલે ધર્મોત્સવના પ્રસાદનો કોળિયો પોતે મૂઠીમાં રાખે છે, અને નદીઓનાં નીર ચલાવે છે. (આનો ગૂઢાર્થ સમજાતો નથી.)