સોરઠી સંતવાણી/હરિ વિના અન્ય નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
[રવિદાસ]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હરિ વિના અન્ય નથી|}} <poem> જાગીને જોતાં રે, સપનું સમાઈ ગયું, પ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું. | — જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું. | ||
</poem> | </poem> | ||
<center>'''[રવિદાસ]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આ દેહમાં બેઠા | |||
|next = 5 | |||
}} |
Latest revision as of 04:48, 29 April 2022
હરિ વિના અન્ય નથી
જાગીને જોતાં રે, સપનું સમાઈ ગયું,
પ્રગટ્યો કોઈ પરમાતમ પરકાશ;
સદ્ગુરુ સૃષ્ટા રે, હરિ વિના અન્ય નથી,
મિથ્યા દીસે માયા કેરા આભાસ.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.
ઉલજણ ભાંગી રે સુલજણ સ્હેજમાં રે,
મટી ગયા વાયુક જીવના ફંદ;
સોહમ્ સનાતન રે સબઘટ રમી રિયો,
વરત્યા કોઈ અક્ષરાતીત આંદ.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.
પોંચી નવ શકે રે, બુદ્ધિ તિયાં બાપડી રે,
મન ને વાણીથી વસ્તુ છે વરજીત;
સ્થૂળ ને સૂક્ષમથી રે પર પરખાતમાં,
નિર્ગુણ નિર્મોહી નિશ્ચલ તત્ત્વસ્વરૂપ.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.
સૂન્યાતીત સૂનમાં રે દીસે છે સોયામણાં,
ઝળકે કોઈ તેજ-પંજર ભરપૂર;
બાહિર તે ભીતર રે, સબરસ રામ રમે,
રવિદાસ ઝીલે બ્રહ્મ-સિંધુનાં નૂર.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.