સોરઠી સંતવાણી/કલેજા-કટારી: Difference between revisions
Jump to navigation
Jump to search
[દાસી જીવણ]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કલેજા-કટારી|}} <poem> કલેજા કટારી રે રુદિયા કટારી રે માડી! મું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
::: માડી! મુંને માવે લૈને મારી. | ::: માડી! મુંને માવે લૈને મારી. | ||
</poem> | </poem> | ||
<center>'''[દાસી જીવણ]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = દર્શન દે! | |||
|next = કેને રે પૂછું! | |||
}} |
Latest revision as of 05:32, 29 April 2022
કલેજા-કટારી
કલેજા કટારી રે
રુદિયા કટારી રે
માડી! મુંને માવે લૈને મારી.
વાંભું ભરી મુજને મારી,
વાલે મારે બહુ બળકારી,
હાથુંની હલાવી રે. — માડી! મુંને.
કટારીનો ઘા છે ભારી,
પાટા બાંધું વારી વારી,
વૈદ ગિયા હારી રે. — માડી! મુંને.
કટારીની વેદના ભારી,
ઘડીક ઘરમાં ને બા’રી;
મીટ્યુંમાં મોરારી રે. — માડી! મુંને.
દાસી જીવણ ભીમને ભાળી;
વારણાં લીધાં વાળી વાળી;
દાસીને દીવાથી રે —
માડી! મુંને માવે લૈને મારી.