સોરઠી સંતવાણી/સંદેશો: Difference between revisions
Jump to navigation
Jump to search
[દેવીદાસ]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંદેશો|}} <poem> કે’જો સંદેશો ઓધા કાનને રે તમે છો માયલા ઓધાર રે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
હરિવર રે’જો પાસ રે. — કે’જો. | હરિવર રે’જો પાસ રે. — કે’જો. | ||
</poem> | </poem> | ||
<center>'''[દેવીદાસ]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = હજી કેમ ના’વ્યા | |||
|next = મ જાવ મથુરાની વાટે | |||
}} |
Latest revision as of 05:42, 29 April 2022
સંદેશો
કે’જો સંદેશો ઓધા કાનને રે
તમે છો માયલા ઓધાર રે. — કે’જો.
રત્યું પાલટીયું વન કોળિયાં રે
બોલે બાપૈયા ઝીણા મોર રે
પિયુ! પિયુ! શબદ સુણાવતાં
હૈયું રિયલ નૈ મારું ઠોર રે. — કે’જો.
આપે કાળા ને વળી કૂબજા રે
જોતાં મળી છે એને જોડ રે
તાળી દૈને તરછોડિયાં રે
તુંને ઘટે નૈ રણછોડ રે. — કે’જો.
આવું જો જાણું તો જાવા દેત નૈ
રાખત ગોકળિયા મોજાર રે,
મુવલને નવ મારીએં રે
મોહન મનથી વિચાર રે. — કે’જો.
એટલી અરજ વ્રજ-નારની
વાંચીને કરજો વિચાર રે,
દરશન દેજો દેજો દેવીદાસને
હરિવર રે’જો પાસ રે. — કે’જો.