8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૧૩ : મનોહરપુરીમાં એક રાત્રિ | }} {{Poem2Open}} જે વખતે સરસ્વત...") |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
જે વખતે સરસ્વતીચંદ્ર અર્થદાસની સાથે વાસમાં પડ્યો હતો, તે વખતથી તે છેક સંધ્યાકાળ સુધી ગુણસુંદરી મનોહરપુરીમાં ઓસરીના ઓટલા પરની સીડીને અઠીંગી રસ્તા પર નજર કરતી ઊભી હતી. તેનું ચિત્ત ભાગોળ ભણીનો માર્ગ અને પોતાના કુટુંબનો ભૂતકાળ બેની વચ્ચે ફેરા ખાતું હતું. ચારે પાસ અંધકારની પછેડી પથરાવા લાગી ત્યારે ગામને પાધરેથી બે સવાર દોડતા દોડતા આવતા જણાયા. એ સવાર સુવર્ણપુર મોકલેલા અબ્દુલ્લા અને ફતેસંગજી હતા. તેમણે ગુણસુંદરીના હાથમાં કુમુદની ચિઠ્ઠી મૂકી. ‘હું આજે સંધ્યાકાળે નીકળી કાલે સવારે આવી પહોંચીશ ને મારું હૈયું આજ ભરાઈ આવે છે તે કાલ તમને મળીશ ત્યારે ખાલી કરીશ.’ એમ એમાં લખ્યું હતું. | જે વખતે સરસ્વતીચંદ્ર અર્થદાસની સાથે વાસમાં પડ્યો હતો, તે વખતથી તે છેક સંધ્યાકાળ સુધી ગુણસુંદરી મનોહરપુરીમાં ઓસરીના ઓટલા પરની સીડીને અઠીંગી રસ્તા પર નજર કરતી ઊભી હતી. તેનું ચિત્ત ભાગોળ ભણીનો માર્ગ અને પોતાના કુટુંબનો ભૂતકાળ બેની વચ્ચે ફેરા ખાતું હતું. ચારે પાસ અંધકારની પછેડી પથરાવા લાગી ત્યારે ગામને પાધરેથી બે સવાર દોડતા દોડતા આવતા જણાયા. એ સવાર સુવર્ણપુર મોકલેલા અબ્દુલ્લા અને ફતેસંગજી હતા. તેમણે ગુણસુંદરીના હાથમાં કુમુદની ચિઠ્ઠી મૂકી. ‘હું આજે સંધ્યાકાળે નીકળી કાલે સવારે આવી પહોંચીશ ને મારું હૈયું આજ ભરાઈ આવે છે તે કાલ તમને મળીશ ત્યારે ખાલી કરીશ.’ એમ એમાં લખ્યું હતું. | ||
કાગળ વાંચે છે એટલામાં માનચતુર, સુંદરગૌરી, કુમુદસુંદરી, ચંદ્રકાંત વગેરે મંડળ ભરાઈ ગયું. કુમુદસુંદરીએ પણ કાગળ ફરી મોટેથી વાંચ્યો. ચંદ્રકાંતે પણ હાથમાં લીધો અને આ અક્ષર સરસ્વતીચંદ્રના હાથમાં જોયા હોવાથી નિઃશ્વાસ નાખી પાછો આપ્યો. ‘હૈયું ભરાઈ આવે છે તે ખાલી કરીશ.' એ શબ્દો મનમાં ફરીફરીને આણી ગુણસુંદરી હજાર તર્ક કરવા લાગી અને સવારોને દીકરીના તથા અન્ય સૌના સમાચાર પૂછવા લાગી. | કાગળ વાંચે છે એટલામાં માનચતુર, સુંદરગૌરી, કુમુદસુંદરી, ચંદ્રકાંત વગેરે મંડળ ભરાઈ ગયું. કુમુદસુંદરીએ પણ કાગળ ફરી મોટેથી વાંચ્યો. ચંદ્રકાંતે પણ હાથમાં લીધો અને આ અક્ષર સરસ્વતીચંદ્રના હાથમાં જોયા હોવાથી નિઃશ્વાસ નાખી પાછો આપ્યો. ‘હૈયું ભરાઈ આવે છે તે ખાલી કરીશ.' એ શબ્દો મનમાં ફરીફરીને આણી ગુણસુંદરી હજાર તર્ક કરવા લાગી અને સવારોને દીકરીના તથા અન્ય સૌના સમાચાર પૂછવા લાગી. | ||
રાત્રિ પડી ને સૌ વાળુ કરવા બેઠાં. એક ગરીબ માબાપ વગરની છોકરી ગુણસુંદરીએ ઉછેરી મનોહરપુરીમાં મોટી કરી હતી. તે પણ પાસે બેઠી ને તેણે ગીત ગાવા માંડ્યું. | રાત્રિ પડી ને સૌ વાળુ કરવા બેઠાં. એક ગરીબ માબાપ વગરની છોકરી ગુણસુંદરીએ ઉછેરી મનોહરપુરીમાં મોટી કરી હતી. તે પણ પાસે બેઠી ને તેણે ગીત ગાવા માંડ્યું. {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
Line 15: | Line 15: | ||
</poem> | </poem> | ||
આ ગીત ગુણસુંદરીને ચિત્તવેધક થયું, તેની આંખ સુધી આંસુ ઊભરાયાં ને તે બેબાકળી જેવી થઈ ગઈ. છોકરીએ જરા વધુ લહેકાથી બીજું ગીત ગાવા માંડ્યું. છોકરી બોલી : ‘એક છોડી સસરાની બારીએ એકલી બેઠી બેઠી પિયરની વાટ ભણી જોઈ નિસાસા મૂકે છે ને રસ્તામાં જનાર સાથે કહાવે છે : | {{Poem2Open}} | ||
આ ગીત ગુણસુંદરીને ચિત્તવેધક થયું, તેની આંખ સુધી આંસુ ઊભરાયાં ને તે બેબાકળી જેવી થઈ ગઈ. છોકરીએ જરા વધુ લહેકાથી બીજું ગીત ગાવા માંડ્યું. છોકરી બોલી : ‘એક છોડી સસરાની બારીએ એકલી બેઠી બેઠી પિયરની વાટ ભણી જોઈ નિસાસા મૂકે છે ને રસ્તામાં જનાર સાથે કહાવે છે : {{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
Line 24: | Line 25: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
આ લીટીઓ ગુણસુંદરીના હૃદયને હલમલાવી રહી. કરુણ રસની સીમા આવી. દીકરીની પરદેશમાં શી દશા હશે તે વિચાર સાથે સરસ્વતીચંદ્ર જેવા વરની હાનિ ગુણસુંદરીના મનમાં તરી આવી અને ગીતથી આર્દ્ર બની રોવાય એટલું રોઈ. | આ લીટીઓ ગુણસુંદરીના હૃદયને હલમલાવી રહી. કરુણ રસની સીમા આવી. દીકરીની પરદેશમાં શી દશા હશે તે વિચાર સાથે સરસ્વતીચંદ્ર જેવા વરની હાનિ ગુણસુંદરીના મનમાં તરી આવી અને ગીતથી આર્દ્ર બની રોવાય એટલું રોઈ. | ||
કુસુમસુંદરી માની જોડે જમવા બેઠી હતી. હવે એને તેરમું વર્ષ ચાલતું હતું અને ફૂટતી જુવાનીમાં બાળા પ્રવેશવા લાગી હતી. રોતી ગુણસુંદરીને દેખી કુસુમસુંદરી બોલી ઊઠી : દાદાજી, જોયું કે? ગુણિયલની આંખમાં આંસુ આવ્યાં ને રૂવે છે. | કુસુમસુંદરી માની જોડે જમવા બેઠી હતી. હવે એને તેરમું વર્ષ ચાલતું હતું અને ફૂટતી જુવાનીમાં બાળા પ્રવેશવા લાગી હતી. રોતી ગુણસુંદરીને દેખી કુસુમસુંદરી બોલી ઊઠી : દાદાજી, જોયું કે? ગુણિયલની આંખમાં આંસુ આવ્યાં ને રૂવે છે. |