ગુજરાતી એકાંકીસંપદા/વૃક્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 98: Line 98:
}}
}}
(ચકુ દોડતી દોડતી પગથિયાં ચડીને ઓટલા પર ઊભી રહે છે. કપડાં અને વાળ નિચોવે છે. પછી અંદર જાય છે. દાદાજીનું ધ્યાન પુત્ર પર જાય છે.)
(ચકુ દોડતી દોડતી પગથિયાં ચડીને ઓટલા પર ઊભી રહે છે. કપડાં અને વાળ નિચોવે છે. પછી અંદર જાય છે. દાદાજીનું ધ્યાન પુત્ર પર જાય છે.)
દાદાઃ ચંપક! ચાલ અંદર. તારો શરદીનો કોઠો છે ને આમ વરસાદમાં ક્યાં નહાવા ઊભો છે? માંદો પડતાં વાર નહીં લાગે.
{{ps
|દાદાઃ
|ચંપક! ચાલ અંદર. તારો શરદીનો કોઠો છે ને આમ વરસાદમાં ક્યાં નહાવા ઊભો છે? માંદો પડતાં વાર નહીં લાગે.
}}
(દાદા જાય છે. પગથિયાં પાસે અટકે છે. પાછા વળીને જુએ છે. ચંપક ત્યાં ને ત્યાં સ્થિર ઊભો છે.)
(દાદા જાય છે. પગથિયાં પાસે અટકે છે. પાછા વળીને જુએ છે. ચંપક ત્યાં ને ત્યાં સ્થિર ઊભો છે.)
::: ચંપક! સાંભળતો નથી? ચાલ અંદર અને શરીર લૂછી નાખ.
{{ps
|
|ચંપક! સાંભળતો નથી? ચાલ અંદર અને શરીર લૂછી નાખ.
}}
(ચંપક સ્થિર ઊભો છે. દાદા પાછા વળીને ચંપક પાસે આવે છે. એની સામે એકાદ ક્ષણ વિસ્મયથી તાકી રહે છે.)
(ચંપક સ્થિર ઊભો છે. દાદા પાછા વળીને ચંપક પાસે આવે છે. એની સામે એકાદ ક્ષણ વિસ્મયથી તાકી રહે છે.)
::: એલા, મારી મશ્કરી કરે છે?
{{ps
ચંપકઃ હું વૃક્ષ છું.
|
|એલા, મારી મશ્કરી કરે છે?
}}
{{ps
|ચંપકઃ
|હું વૃક્ષ છું.
}}
(દાદાજી ખડખડ હસી પડે છે.)
(દાદાજી ખડખડ હસી પડે છે.)
દાદાઃ એવો ને એવો રહ્યો. ચાલ હવે શરીર કોરું કર અને જમવા બેસી જા. તારે દશ ને પચીસની બસ પકડવાની છે. મોડું થઈ જશે તો તું જ પાછો બૂમાબૂમ કરી મૂકીશ. ચાલ અંદર. ઇન્દુ રોટલી કરવા બેઠી છે.
{{ps
ચંપકઃ હું વૃક્ષ છું.
|દાદાઃ
|એવો ને એવો રહ્યો. ચાલ હવે શરીર કોરું કર અને જમવા બેસી જા. તારે દશ ને પચીસની બસ પકડવાની છે. મોડું થઈ જશે તો તું જ પાછો બૂમાબૂમ કરી મૂકીશ. ચાલ અંદર. ઇન્દુ રોટલી કરવા બેઠી છે.
}}
{{ps
|ચંપકઃ
|હું વૃક્ષ છું.
}}
(દાદા ચંપકનો હાથ પકડે છે. પછી એની આંખો સાથે આંખો મેળવવાનો પ્રયત્ન કરે છે. આંખ મળતી નથી, તેથી ચંપકના ગાલને હથેળીથી ઠબઠબાવે છે.)
(દાદા ચંપકનો હાથ પકડે છે. પછી એની આંખો સાથે આંખો મેળવવાનો પ્રયત્ન કરે છે. આંખ મળતી નથી, તેથી ચંપકના ગાલને હથેળીથી ઠબઠબાવે છે.)
::: ચંપક! ચંપક! બેટા ચંપક!
{{ps
|
|ચંપક! ચંપક! બેટા ચંપક!
}}
(મૂંઝાઈને પગથિયાં પાસે જાય છે.)
(મૂંઝાઈને પગથિયાં પાસે જાય છે.)
::: બેટા ઇન્દી! ઇન્દી બેટા!
{{ps
ઇન્દિરાઃ (ઘરમાંથી અવાજ સંભળાય છે) એ આવી દાદાજી.
|
|બેટા ઇન્દી! ઇન્દી બેટા!
}}
{{ps
|ઇન્દિરાઃ
|(ઘરમાંથી અવાજ સંભળાય છે) એ આવી દાદાજી.
}}
(ઇન્દિરા હાથ લૂછતી લૂછતી આવે છે.)
(ઇન્દિરા હાથ લૂછતી લૂછતી આવે છે.)
::: શું છે દાદાજી?
{{ps
દાદાઃ અરે જો ને બેટા આ ચંપક શું કહે છે?
|
ઇન્દિરાઃ શું કહે છે?
|શું છે દાદાજી?
દાદાઃ કે’ છે કે હું વૃક્ષ છું.
}}
ઇન્દિરાઃ (નીચે ઊતરતાં ઊતરતાં હસી પડે છે. દીકરા કોના દાદાજી? એમનો તો કાયમનો મશ્કરો સ્વભાવ છે. (ચંપકની પાસે જઈને હસતાં હસતાં) આજે પાછી શેની મજાક શરૂ કરી છે? (ચંપકની સામે આંખમાં આંખ મેળવવાનો પ્રયત્ન કરે છે.) ચાલો ચાલો ઘરમાં, કેટલા બધા ભીંજાયા છો! ચાલો શરીર કોરું કરીને ગરમ ગરમ રસોઈ જમો લો. હું ટુવાલ આપું છું. (ચાલવા માંડે છે. જરાક પાછું જોતાં અટકી જાય છે.) અરે તમે તો ઊભા જ છો! (હાથ પકડે છે.) ચાલો ને હવે અંદર ભૈસાબ. મારે તાવડી તપે છે, તમે જમી લો એટલે દાદાજીને નરમ નરમ રોટલી ઉતારી આપું.
{{ps
દાદાઃ એલા ચંપક, હવે બહુ થઈ મજાક. ચાલ અંદર.
|દાદાઃ
|અરે જો ને બેટા આ ચંપક શું કહે છે?
}}
{{ps
|ઇન્દિરાઃ
|શું કહે છે?
}}
{{ps
|દાદાઃ
|કે’ છે કે હું વૃક્ષ છું.
}}
{{ps
|ઇન્દિરાઃ
|(નીચે ઊતરતાં ઊતરતાં હસી પડે છે. દીકરા કોના દાદાજી? એમનો તો કાયમનો મશ્કરો સ્વભાવ છે. (ચંપકની પાસે જઈને હસતાં હસતાં) આજે પાછી શેની મજાક શરૂ કરી છે? (ચંપકની સામે આંખમાં આંખ મેળવવાનો પ્રયત્ન કરે છે.) ચાલો ચાલો ઘરમાં, કેટલા બધા ભીંજાયા છો! ચાલો શરીર કોરું કરીને ગરમ ગરમ રસોઈ જમો લો. હું ટુવાલ આપું છું. (ચાલવા માંડે છે. જરાક પાછું જોતાં અટકી જાય છે.) અરે તમે તો ઊભા જ છો! (હાથ પકડે છે.) ચાલો ને હવે અંદર ભૈસાબ. મારે તાવડી તપે છે, તમે જમી લો એટલે દાદાજીને નરમ નરમ રોટલી ઉતારી આપું.
}}
{{ps
|દાદાઃ
|એલા ચંપક, હવે બહુ થઈ મજાક. ચાલ અંદર.
}}
(ચંપક છીંક ખાય છે.)
(ચંપક છીંક ખાય છે.)
ઇન્દિરાઃ દાદાજી! આમને તો શરદી થઈ ગઈ છે.
{{ps
દાદાઃ હું ક્યારનો એને કહ્યા કરું છું કે ચાલ અંદર અને શરીર કોરું કરી દે. તારો શરદીનો કોઠો છે. પણ માનતો જ નથી. લે હવે, આ શરદી થઈ ને!
|ઇન્દિરાઃ
ઇન્દિરાઃ (ચંપકને પકડીને) ચાલો અંદર. શરદી થઈ ગઈ છે ને તમને માંદા પડતાં વાર નહીં લાગે.
|દાદાજી! આમને તો શરદી થઈ ગઈ છે.
}}
{{ps
|દાદાઃ
|હું ક્યારનો એને કહ્યા કરું છું કે ચાલ અંદર અને શરીર કોરું કરી દે. તારો શરદીનો કોઠો છે. પણ માનતો જ નથી. લે હવે, આ શરદી થઈ ને!
}}
{{ps
|ઇન્દિરાઃ
|(ચંપકને પકડીને) ચાલો અંદર. શરદી થઈ ગઈ છે ને તમને માંદા પડતાં વાર નહીં લાગે.
(ચંપક ખસતો નથી.)
(ચંપક ખસતો નથી.)
ઇન્દિરાઃ દાદા આ તો ખસતા જ નથી.
}}
દાદાઃ (ચંપકને બીજી તરફથી પકડે છે.) લે હું મદદ કરું. ચાલ ચંપક.
{{ps
ઇન્દિરાઃ લો હેંડો અંદર. (ચંપકની સામું જુએ છે.) દાદા! આ તો કંઈ સાંભળતા જ નથી અને ચાલતા પણ નથી. શરદી થઈ ગઈ છે ને પાછા… લો હું પાડોશમાંથી છગનભાઈને બૂમ પાડીને બોલાવું. ઊંચકીને એમને અંદર લઈ જઈએ.
|ઇન્દિરાઃ
દાદાઃ હા… હા… છગનને બોલાવ.
|દાદા આ તો ખસતા જ નથી.
ઇન્દિરાઃ અરે છગનભાઈ…
}}
છગનભાઈઃ (અંદરથી અવાજ સંભળાય છે.) એ હા… ઇન્દિરાબહેન! શું કામ છે?
{{ps
ઇન્દિરાઃ આ જુઓ ને તમારા ભાઈને શું થઈ ગયું છે? જરા આવો ને એક મિનિટ.
|દાદાઃ
છગનભાઈઃ (અવાજ સંભળાય છે.) આ આવ્યો.
|(ચંપકને બીજી તરફથી પકડે છે.) લે હું મદદ કરું. ચાલ ચંપક.
}}
{{ps
|ઇન્દિરાઃ
|લો હેંડો અંદર. (ચંપકની સામું જુએ છે.) દાદા! આ તો કંઈ સાંભળતા જ નથી અને ચાલતા પણ નથી. શરદી થઈ ગઈ છે ને પાછા… લો હું પાડોશમાંથી છગનભાઈને બૂમ પાડીને બોલાવું. ઊંચકીને એમને અંદર લઈ જઈએ.
}}
{{ps
|દાદાઃ
|હા… હા… છગનને બોલાવ.
}}
{{ps
|ઇન્દિરાઃ
|અરે છગનભાઈ…
}}
{{ps
|છગનભાઈઃ
|(અંદરથી અવાજ સંભળાય છે.) એ હા… ઇન્દિરાબહેન! શું કામ છે?
}}
{{ps
|ઇન્દિરાઃ
|આ જુઓ ને તમારા ભાઈને શું થઈ ગયું છે? જરા આવો ને એક મિનિટ.
}}
{{ps
|છગનભાઈઃ
|(અવાજ સંભળાય છે.) આ આવ્યો.
}}
(છગનભાઈ પ્રવેશે છે.)
(છગનભાઈ પ્રવેશે છે.)
::: શું થયું છે ચંપકભાઈને? ચંપકભાઈ કેમ ઊભા છો આમ?
{{ps
દાદાઃ છગન જો ને બેટા! આ ચંપક ચાલતો ય નથી ને બોલતો ય નથી.
|
છગનભાઈઃ ચંપકભાઈ ચાલો અંદર. કેટલા બધા ભીંજાઈ ગયા છો?
|શું થયું છે ચંપકભાઈને? ચંપકભાઈ કેમ ઊભા છો આમ?
દાદાઃ છગન એને ઊંચકીને લઈ જવો પડશે.
}}
{{ps
|દાદાઃ
|છગન જો ને બેટા! આ ચંપક ચાલતો ય નથી ને બોલતો ય નથી.
}}
{{ps
|છગનભાઈઃ
|ચંપકભાઈ ચાલો અંદર. કેટલા બધા ભીંજાઈ ગયા છો?
}}
{{ps
|દાદાઃ
|છગન એને ઊંચકીને લઈ જવો પડશે.
}}
(છગન અને દાદા ચંપકને ઊંચકવાનો પ્રયત્ન કરે છે, પણ ચંપકનું શરીર ચસકતું નથી. છગન નીચે બેસીને ચંપકને પગથી ઊંચકવાનો પ્રયાસ કરે છે. છગનના ઊંહકારા સંભળાય છે.)
(છગન અને દાદા ચંપકને ઊંચકવાનો પ્રયત્ન કરે છે, પણ ચંપકનું શરીર ચસકતું નથી. છગન નીચે બેસીને ચંપકને પગથી ઊંચકવાનો પ્રયાસ કરે છે. છગનના ઊંહકારા સંભળાય છે.)
::: ઊંહ! ઊંહ! દાદા આ તો પગ ચોંટી ગયા લાગે છે જમીનમાં. જરાય ચહકતા નથી.
{{ps
|
|ઊંહ! ઊંહ! દાદા આ તો પગ ચોંટી ગયા લાગે છે જમીનમાં. જરાય ચહકતા નથી.
}}
ઇન્દિરાઃ છગનભાઈ, તમે એમ કરો ને. દવે ડૉક્ટરને બોલાવી લાવો ને બાજુમાંથી. એમને શરદી થઈ ગઈ છે. કંઈ દવાનો ડોઝ આપશે એટલે સારું થઈ જશે.
ઇન્દિરાઃ છગનભાઈ, તમે એમ કરો ને. દવે ડૉક્ટરને બોલાવી લાવો ને બાજુમાંથી. એમને શરદી થઈ ગઈ છે. કંઈ દવાનો ડોઝ આપશે એટલે સારું થઈ જશે.
છગનભાઈઃ બોલાવી લાવું.
છગનભાઈઃ બોલાવી લાવું.

Revision as of 07:23, 25 May 2022

વૃક્ષ
લાભશંકર ઠાકર
પાત્રો

ચંપક
ચકુ
દાદા
ઇન્દિરા
છગનભાઈ
ડૉક્ટર દવે
વશરામ ભૂવો
બહેનપણી એક
બહેનપણી બે
પત્રકાર મિસ દારૂવાલા
એન્જિનિયર અને મજૂર

દૃશ્ય ૧

(રંગભૂમિ પર એક નાના ઘરનું પ્રવેશદ્વાર, દ્વારની પાસે ઓટલો, ઓટલાની બહાર ખુલ્લું કંપાઉન્ડ, વરસાદ અને પવનનો અવાજ સંભળાય છે. ઓટલા પર એક આઠેક વર્ષની કિશોરી આવે છે. છાપરા પરથી પડતી વરસાદની ધારાને હથેલીમાં ઝીલે છે. કૂદકો મારીને આંગણામાં આવે છે. વરસાદમાં ખૂબ ઉલ્લાસથી નહાય છે અને ગાય છેઃ

આવ રે વરસાદ
ઢેબરિયો વરસાદ
ઊની ઊની રોટલી
ને કારેલાંનું શાક.

(ઓટલા પર કિશોરીના પપ્પા આવીને ઊભા રહે છે. એ સ્મિતપૂર્વક નહાતી પુત્રીનો જોઈ રહે છે. કિશોરીનું ધ્યાન જતાં એ ઓટલા પાસે આવે છે.)

ચકુઃ પપ્પા! કેવો સરસ વરસાદ પડે છે. ચાલો નહાવા. મઝા આવશે.
પપ્પાઃ ના ચકુ, તું નહા.
ચકુઃ ચલો ને પપ્પા, બહુ મઝા પડશે.
પપ્પાઃ ના, મને શરદી થઈ જાય.
ચકુઃ નહીં થાય પપ્પા, ચલો.

(ચકુ પપ્પાનો હાથ પકડીને ખેંચે છે.)

પપ્પાઃ ના…ના… ચકુ રહેવા દે. જો પડી જઈશ બેટા. લપસી પડીશ. હં… હં…

(ચકુ પપ્પાને નીચે વરસાદમાં ખેંચી જાય છે. બંને નહાય છે.)

ચકુ/પપ્પાઃ

આવે રે વરસાદ
ઢેબરિયો વરસાદ
ઊની ઊની રોટલી
ને કારેલાંનું શાક.

ચકુઃ પપ્પા… પપ્પા! આ તરફ આવો. આ બાજુ મોટો ધધૂડો પડે છે.

(બન્ને ધધૂડા નીચે ઊભાં રહીને નહાય છે. પવનના સુસવાટા અને વરસાદનો અવાજ સંભળાયા કરે છે. ચકુ ગાતી ગાતી કંપાઉન્ડમાં ફર્યા કરે છે. પપ્પા આંગણાના મધ્યમાં આવીને નહાય છે. અચાનક એ જમીન પરથી પગને ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વારાફરતી ડાબો અને જમણો પગ ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વરસાદનો અને પવનનો અવાજ ઓસરતો જાય છે. મલ્હારનો આલાપ સંભળાય છે. ચકુના પપ્પાના પગ જમીન પર સ્થિર થઈ ગયા છે, અને બન્ને હાથ ધીમે ધીમે ઊંચકાતા જાય છે, બન્ને હાથ ઊંચકાઈને સ્થિર થઈ જાય છે. અંદરથી ચકુનાં મમ્મીનો અવાજ સંભળાય છે. આલાપ બંધ થઈ જાય છે.)

ચકુ બેટા… ચાલ હવે. તારે નિશાળનું મોડું થશે. ચકુ…! ચકુ બેટા…! અરે દાદાજી! જુઓ ને આ ચકુ ક્યાં ગઈ! એને બોલાવો ને અંદર.
દાદાઃ ચકુ બેટા… ચાલો અંદર.

(ચકુ સાંભળે છે પણ ખભા હલાવીને અંદર આવવાની ના પાડે છે.)

ચકુ! ચલો. નિશાળે જવાનું છે.
ચકુઃ ના… દાદા. હજી મારે નહાવું છે.
દાદાઃ (પગથિયાં ઊતરીને) ચલો બેટા. પછી મોડું થશે. વરસાદ પણ હવે બંધ થવા આવ્યો છે.
ચકુઃ ના દાદા, હજી થોડો થોડો પડે છે. હું નહીં આવું.
દાદાઃ (નીચે ઊતરીને) ચકુડી… ચલેશ કે નઈ અંદર. કહું છું માનતી નથી? પછી માંદી પડીશ તો?

(ચકુને પકડવા દાદા ઝડપથી ચાલે છે. એક વાર ભીની જમીન પર દાદાનો પગ સરકે છે.)

ચકુડી માર ખાવો છે? (મોટા અવાજે) ચાલ અંદર.

(ચકુ દોડતી દોડતી પગથિયાં ચડીને ઓટલા પર ઊભી રહે છે. કપડાં અને વાળ નિચોવે છે. પછી અંદર જાય છે. દાદાજીનું ધ્યાન પુત્ર પર જાય છે.)

દાદાઃ ચંપક! ચાલ અંદર. તારો શરદીનો કોઠો છે ને આમ વરસાદમાં ક્યાં નહાવા ઊભો છે? માંદો પડતાં વાર નહીં લાગે.

(દાદા જાય છે. પગથિયાં પાસે અટકે છે. પાછા વળીને જુએ છે. ચંપક ત્યાં ને ત્યાં સ્થિર ઊભો છે.)

ચંપક! સાંભળતો નથી? ચાલ અંદર અને શરીર લૂછી નાખ.

(ચંપક સ્થિર ઊભો છે. દાદા પાછા વળીને ચંપક પાસે આવે છે. એની સામે એકાદ ક્ષણ વિસ્મયથી તાકી રહે છે.)

એલા, મારી મશ્કરી કરે છે?
ચંપકઃ હું વૃક્ષ છું.

(દાદાજી ખડખડ હસી પડે છે.)

દાદાઃ એવો ને એવો રહ્યો. ચાલ હવે શરીર કોરું કર અને જમવા બેસી જા. તારે દશ ને પચીસની બસ પકડવાની છે. મોડું થઈ જશે તો તું જ પાછો બૂમાબૂમ કરી મૂકીશ. ચાલ અંદર. ઇન્દુ રોટલી કરવા બેઠી છે.
ચંપકઃ હું વૃક્ષ છું.

(દાદા ચંપકનો હાથ પકડે છે. પછી એની આંખો સાથે આંખો મેળવવાનો પ્રયત્ન કરે છે. આંખ મળતી નથી, તેથી ચંપકના ગાલને હથેળીથી ઠબઠબાવે છે.)

ચંપક! ચંપક! બેટા ચંપક!

(મૂંઝાઈને પગથિયાં પાસે જાય છે.)

બેટા ઇન્દી! ઇન્દી બેટા!
ઇન્દિરાઃ (ઘરમાંથી અવાજ સંભળાય છે) એ આવી દાદાજી.

(ઇન્દિરા હાથ લૂછતી લૂછતી આવે છે.)

શું છે દાદાજી?
દાદાઃ અરે જો ને બેટા આ ચંપક શું કહે છે?
ઇન્દિરાઃ શું કહે છે?
દાદાઃ કે’ છે કે હું વૃક્ષ છું.
ઇન્દિરાઃ (નીચે ઊતરતાં ઊતરતાં હસી પડે છે. દીકરા કોના દાદાજી? એમનો તો કાયમનો મશ્કરો સ્વભાવ છે. (ચંપકની પાસે જઈને હસતાં હસતાં) આજે પાછી શેની મજાક શરૂ કરી છે? (ચંપકની સામે આંખમાં આંખ મેળવવાનો પ્રયત્ન કરે છે.) ચાલો ચાલો ઘરમાં, કેટલા બધા ભીંજાયા છો! ચાલો શરીર કોરું કરીને ગરમ ગરમ રસોઈ જમો લો. હું ટુવાલ આપું છું. (ચાલવા માંડે છે. જરાક પાછું જોતાં અટકી જાય છે.) અરે તમે તો ઊભા જ છો! (હાથ પકડે છે.) ચાલો ને હવે અંદર ભૈસાબ. મારે તાવડી તપે છે, તમે જમી લો એટલે દાદાજીને નરમ નરમ રોટલી ઉતારી આપું.
દાદાઃ એલા ચંપક, હવે બહુ થઈ મજાક. ચાલ અંદર.

(ચંપક છીંક ખાય છે.)

ઇન્દિરાઃ દાદાજી! આમને તો શરદી થઈ ગઈ છે.
દાદાઃ હું ક્યારનો એને કહ્યા કરું છું કે ચાલ અંદર અને શરીર કોરું કરી દે. તારો શરદીનો કોઠો છે. પણ માનતો જ નથી. લે હવે, આ શરદી થઈ ને!
ઇન્દિરાઃ (ચંપકને પકડીને) ચાલો અંદર. શરદી થઈ ગઈ છે ને તમને માંદા પડતાં વાર નહીં લાગે.

(ચંપક ખસતો નથી.)

ઇન્દિરાઃ દાદા આ તો ખસતા જ નથી.
દાદાઃ (ચંપકને બીજી તરફથી પકડે છે.) લે હું મદદ કરું. ચાલ ચંપક.
ઇન્દિરાઃ લો હેંડો અંદર. (ચંપકની સામું જુએ છે.) દાદા! આ તો કંઈ સાંભળતા જ નથી અને ચાલતા પણ નથી. શરદી થઈ ગઈ છે ને પાછા… લો હું પાડોશમાંથી છગનભાઈને બૂમ પાડીને બોલાવું. ઊંચકીને એમને અંદર લઈ જઈએ.
દાદાઃ હા… હા… છગનને બોલાવ.
ઇન્દિરાઃ અરે છગનભાઈ…
છગનભાઈઃ (અંદરથી અવાજ સંભળાય છે.) એ હા… ઇન્દિરાબહેન! શું કામ છે?
ઇન્દિરાઃ આ જુઓ ને તમારા ભાઈને શું થઈ ગયું છે? જરા આવો ને એક મિનિટ.
છગનભાઈઃ (અવાજ સંભળાય છે.) આ આવ્યો.

(છગનભાઈ પ્રવેશે છે.)

શું થયું છે ચંપકભાઈને? ચંપકભાઈ કેમ ઊભા છો આમ?
દાદાઃ છગન જો ને બેટા! આ ચંપક ચાલતો ય નથી ને બોલતો ય નથી.
છગનભાઈઃ ચંપકભાઈ ચાલો અંદર. કેટલા બધા ભીંજાઈ ગયા છો?
દાદાઃ છગન એને ઊંચકીને લઈ જવો પડશે.

(છગન અને દાદા ચંપકને ઊંચકવાનો પ્રયત્ન કરે છે, પણ ચંપકનું શરીર ચસકતું નથી. છગન નીચે બેસીને ચંપકને પગથી ઊંચકવાનો પ્રયાસ કરે છે. છગનના ઊંહકારા સંભળાય છે.)

ઊંહ! ઊંહ! દાદા આ તો પગ ચોંટી ગયા લાગે છે જમીનમાં. જરાય ચહકતા નથી.

ઇન્દિરાઃ છગનભાઈ, તમે એમ કરો ને. દવે ડૉક્ટરને બોલાવી લાવો ને બાજુમાંથી. એમને શરદી થઈ ગઈ છે. કંઈ દવાનો ડોઝ આપશે એટલે સારું થઈ જશે. છગનભાઈઃ બોલાવી લાવું. (છગનભાઈ જાય છે.) ઇન્દિરાઃ દાદાજી! આમને આવું શું થઈ ગયું છે? દાદાજીઃ કશું નથી બેટા. હમણાં દાક્ટર આવીને ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે. ઇન્દિરાઃ દાદાજી! અંદરથી મને ખૂબ બીક લાગે છે. દાદાઃ એમાં બીવા જેવું કંઈ નથી, બેટા. તારો સ્વભાવ જરા પોચો છે એટલે, જો આ આવ્યા ડૉક્ટર. (ડૉક્ટર દવે અને છગનભાઈ પ્રવેશે છે. છગનભાઈ ડૉક્ટરની બૅગ નીચે મૂકવાનો અભિનય કરે છે.) ડૉક્ટરઃ શું છે દાદાજી? ચંપકભાઈને શું થયું છે! દાદાઃ આ જુઓ ને સાહેબ તમે જ. અમને તો કંઈ ખબર નથી પડતી. શરદી થઈ ગઈ હોય એવું લાગે છે. ઇન્દિરાઃ એમનો શરદીનો કોઠો છે ને પાછા વરસાદમાં ખૂબ પલળ્યા. ડૉક્ટરઃ (આ દરમ્યાન ડૉક્ટર ચંપકની નાડી જુએ છે. પછી સ્ટેથોસ્કોપથી છાતી જોવાનો અભિનય કરે છે.)

શરદી થઈ ગઈ છે અને જરાક તાવ પણ છે. એક ઇન્જેક્શન આપી દઉં છું. હમણાં સારું થઈ જશે.

(બૅગ ખોલીને અંદરથી ઇન્જેક્શન કાઢીને દવા ભરવાનો અભિનય કરે છે. પછી ચંપકના ડાબા હાથે ઇન્જેક્શન આપવાનો અભિનય કરે છે. સોય નાખતાં જ)

અરે! આ તો સોય વળી ગઈ. હાથ કઠણ લાકડા જેવો લાગે છે. કાંઈ સમજાતું નથી. (ચંપકના હાથને દબાવીને જુએ છે.) કંઈક વિચિત્ર લાગે છે. દાદાજી, તમે કોઈ મોટા ડૉક્ટરને કન્સલ્ટ કરો. આમાં મારું કામ નહિ.

ઇન્દિરાઃ પણ ડૉક્ટર… (ડૉક્ટર બૅગ લઈને ચાલવા માંડે છે.)

દાદાજી! દાદાજી! (રડમસ અવાજે) હવે શું થશે?

છગનભાઈઃ દાદાજી, મને તો વળગાડ જેવું લાગે છે. આપણે વશરામ ભૂવાને બોલાવીએ. દાદાઃ હેં? હા… હા… બરાબર છે, છગન. તું જલદી જઈને વશરામને બોલાવી લાવ. છગનભાઈઃ હા, દાદાજી હમણાં બોલાવી આવું. (છગન જાય છે.)

તું ચિંતા ન કર, ઇન્દી બેટા. આ કંઈ વેળાચોઘડિયા જેવું લાગે છે. કંઈ પગ પડી ગયો હશે ચંપકનો ખોટી જગ્યાએ. આ વશરામ ભૂવો અબઘડીમાં વળગાડ ઉતારી દેશે. વશરામ આવે ત્યાં સુધીમાં તું ચકુડીને તૈયાર થઈ હોય તો નિશાળે મોકલી દે.

ઇન્દિરાઃ હા, દાદા (બૂમ પાડીને) અરે ચકુ બેટી તું તૈયાર થઈ ગઈ? જમી લીધું તેં? (ચકુ દફ્તર લઈને આવે છે.) ચકુઃ હા મમ્મી! મારે કેટલું બધું મોડું થઈ ગયું? (પગથિયાં ઊતરીને દોડતાં દોડતાં) મમ્મી, પપ્પા આવજો, દાદાજી આવજો. દાદાઃ આવજે બટા, સાચવીને જજે, ખાબોચિયાં ભરાઈ ગયાં હશે. ક્યાંક પાછી પડતી નહિ. છગનભાઈઃ (પ્રવેશે છે. પાછળ વશરામ પ્રવેશે છે.) લો આ આવ્યા વશરામભાઈ, આ રહ્યા ચંપકભાઈ, એમના પગ ચોંટી ગયા છે. વશરામઃ (ચંપકને એક નજરે તાકી રહે છે. પછી એને જોતાં જોતાં એક ચક્કર મારે છે, દાણા નાખે છે.) વળગાડ છે દાદા, અબઘડીમાં ઈને ભગાડી મેલું છું. તમે કાળા અડદ, કાળા તલ અને કંકુ લાવો, એક કાળું લગડું લાવો અને પાણીનો કળશિયો લાવો. ઇન્દિરાઃ હું લાવું છું. (ઇન્દિરા ઝડપથી ઘરમાં જાય છે.) વશરામઃ આવા તો ભલભલા વળગાડ વશરામે ભગાડી મેલ્યા છે મા મેલડીની કૃપાથી. (ઇન્દિરા બધું ઝડપથી લાવીને વશરામ પાસે મૂકવાનો અભિનય કરે છે. ડાકલાનો ડેંહડૂક ડેંહડૂક અવાજ સંભળાય છે. વશરામ ધૂણવા માંડે છે.) છગનભાઈઃ ખમા! ખમા! દાદાજીઃ ખમા, માતાજી! ખમા! વશરામઃ દખણની જોગણી વળગી છે તું. અલી કપાતર, તને કોઈ ન મળ્યું ને આ ભલો ભોળો બામણ મળ્યો. ઊભી રે તું… (ધૂણે છે, હાથ પછાડે છે અને રાડો પાડે છે.) છગનભાઈઃ ખમા, માતાજી, ખમા. (વશરામનું ધૂણવાનું ક્રમશઃ ઓછું થાય છે. ‘પાણી’ એમ બૂમ પાડતાં છગનભાઈ વશરામને પાણીનો લોટો આપે છે. વશરામ પાણી પીએ છે, પછી કાળા વસ્ત્રમાં કાળા તલ, કાળા અડદ અને કંકુ સંકેલીને ઊભો થાય છે. બે હાથમાં એ બધું ઊંચકીને ચંપકના માથા પર ઉતારે (ફેરવે) છે.) વશરામઃ દાદા, હવે તમે નચિંત થઈ જાવ. ચોકમાં જઈને આ ઉતાર મેલતાંની હંગાથે તમારો દીકરો ચાલતો થશે. (વશરામ જાય છે, એની પાછળ પાછળ છગનભાઈ પણ જાય છે.) દાદાઃ ચાલો ચંપક, પતી ગયું બધું. ઇન્દિરાઃ ચાલો અને ઘરમાં થોડો આરામ કરો. (દાદા અને ઇન્દિરા ચાલવા માંડે છે હળવાશથી. થોડું ચાલીને બન્ને અટકે છે. દાદા પાછા વળે છે. ચંપક પાસે આવે છે.) દાદાઃ ચંપક બેટા! ચાલ, અંદર ચાલ. (ચંપકનો હાથ પકડે છે.) ચાલ બેટા. ઇન્દિરાઃ (ત્વરાથી ચંપક પાસે આવે છે. એના ખભા પકડે છે અને ભાંગી પડે છે. એ ચીસ નાખીને નીચે ચંપકના પગમાં બેસી જાય પડે છે.) દાદાજી! દાદાજી! હું લૂંટાઈ ગઈ. મારું સર્વસ્વ હણાઈ ગયું. આ શું થઈ ગયું દાદાજી! (ડૂસકાં ભરે છે.) દાદાઃ ધીરજ રાખ બેટા, છાની રે. (ઇન્દિરાનાં ડૂસકાં સંભળાય છે.)

રડીશ નહીં. તું છાની રે. ચંપકને કાલ સારું થઈ જશે.

(ઇન્દિરાનું રડતું માથું દાદાજી તરફ ઊંચકાય છે. દાદાજીનો હાથ ઇન્દિરાના મસ્તક પર છે. ફ્રીઝઃ પાંચ સેકન્ડ અંધકાર)

દૃશ્ય ૨

(સમયઃ મધ્યરાત્રિ પછીનો. ચાંદનીના પ્રકાશમાં વૃક્ષ ઊભું છે. પવનના સુસવાટામાં એ આમતેમ વીંઝાય. ધીમે ધીમે પવન શાંત થતો જાય છે. વૃક્ષ સ્થિર છે. લાકડી સાથે દાદા પ્રવેશે છે. વૃક્ષ બની ગયેલા પુત્રની પાસે આવીને ઊભા રહે છે. લાગણીના વેગમાં પુત્રને બાથ ભરે છે. હાથમાંથી લાકડી પડી જાય છે. દાદા ડૂસકાં ભરે છે. અવાજ સંભળાતો નથી. માત્ર દાદાનું શરીર હલે છે. થોડી ક્ષણો બાદ પુત્રને ભરેલી બાથ છોડે છે. નીચે પડેલી લાકડી ઉપાડે છે. પુત્રની સામું તાકી રહે છે અને વ્યથાથી શિથિલ પગે ઘર તરફ જાય છે. દાદાજીના ગયા પછી ઇન્દિરા આવે છે. એ આવીને વૃક્ષ બની ગયેલા પતિને શાલ ઓઢાડવાનો અભિનય કરે છે. પછી પતિના ખભે હાથ મૂકીને પતિના સામું જોઈ રહે છે, એના હાથ સરકે છે. એ પતિના પગમાં ઢગલો થઈને પડી જાય છે. ઊંચે જોઈને બોલે છે.) ઇન્દિરાઃ તમને આ શું થઈ ગયું છે? કેમ કંઈ બોલતા નથી? કેમ આમ રિસાઈ ગયા છો? તમે કંઈક તો બોલો. આપણાં કેવાં કેવાં સપનાં હતાં! ચકુડીને ભણાવી-ગણાવીને મોટી કરીશું. એને સારે ઘેર પરણાવીશું. થોડા પૈસા ભેગા થશે એટલે આ ઘરને થોડું મોટું કરીશું. તમે તો મને નોંધારી છોડીને આમ સાવ સૂનમૂન સાધુ જેવા બની ગયા. સાચું કહું છું હોં! મારાથી આમ નહિ જિવાય. તમે કંઈક તો બોલો. તમે જો નહિ બોલો તો હું ઊઠવાની નથી. અહીં તમારા પગમાં જ બેસી રહીશ. (ઇન્દિરાનાં ડૂસકાંનો અવાજ સંભળાય છે. દાદા ઘરમાંથી બહાર નીકળી ઓટલા પર આવે છે. ઇન્દિરાનો રડવાનો અવાજ સંભળાય છે. દાદા પગથિયાં ઊતરે છે અને ઇન્દિરાની પાસે આવે છે.) દાદાઃ બેટા ચાલ ઘરમાં. આમ રડવાથી શું વળવાનું છે? ઇન્દિરાઃ (રડતાં રડતાં) ના દાદાજી, હું અહીંથી ઊઠવાની નથી. દાદાઃ અરે બેટા! તું જ આમ હામ ખોઈ બેસીશ તો બીજાનું શું થશે? આખા દા’ડાનું તેં કાંઈ ખાધું નથી અને રડ્યા જ કર્યું છે. ચકુડી પણ ભૂખી જ સૂઈ ગઈ છે. ઊઠ દીકરા! તારો આ વલોપાત મારાથી જીરવાતો નથી. ઊઠ. (ચકુનો અવાજ ઘરમાંથી સંભળાય છે. ભય અને રુદનથી મિશ્રિતઃ ‘મમ્મી…! ઓ મમ્મી! તું ક્યાં ગઈ મને છોડીને? મને બીક લાગે છે… મમ્મી…! ઓ… મમ્મી…!’) દાદાઃ ઊઠ બેટા. જો ચકુડી જાગી ગઈ છે ને રડે છે. ઇન્દિરાઃ ના દાદા… (ચકુનો રડવાનો અવાજ સંભળાય છે.) દાદાઃ બેટા ઇન્દી… ચાલ ઊઠ… ચકુડી કેટલી ગભરાઈ છે… ઊઠ. (ઇન્દિરા ના… ના… કરતી ઊઠે છે. ચકુના રડતા અવાજ તરફ એ ખેંચાય છે. તો બીજી ક્ષણે એ ચંપક તરફ જુએ છે. ચકુનો અવાજ આવ્યા જ કરે છે. ઇન્દિરા એ અવાજ તરફ ખેંચાય છે. પાછળ દાદા ધીમે ધીમે ડગ ભરતા ઘર તરફ જાય છે. એમની લાકડીનો અવાજ સંભળાય છે. પ્રકાશ ઓછો થતો જાય છે. અંધકાર)

દૃશ્ય ૩

(થોડા દિવસો પછીની એક સવાર. ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે’ એ પંક્તિ ગવાતી સંભળાય છે. પંખીઓનો અવાજ અને આછો પ્રકાશ. ધીમે ધીમે પૂર્ણ પ્રકાશ. દફ્તર સાથે ચકુની બે બહેનપણીઓ પ્રવેશે છે.) બહેનપણી ૧: ચકુડીને જલદી બૂમ પાડે. એ હજી તૈયાર જ નહીં થઈ હોય. આજે કેટલું બધું મોડું થઈ ગયું છે! બહેનપણી ૨: અલી પણ, આજ તો હડતાલ પડવાની છે. કાલે મને મંજુડી કે’તી’તી કે શનિવારે બધી નિશાળમાં હડતાલ પડવાની છે. બહેનપણી ૧: તો તો બહુ મઝા આવશે. મેં તો નકામું ગણિતનું લેશન કર્યું. બહેનપણી ૨: મેં તો અરધું જ કર્યું છે. મને તો દાખલા આવડતા જ નથી. બહેનપણી ૧: ચકુડી! ચાલ નિશાળે… બહેનપણી ૨: ચકુ…! એ… ચકુ! ચકુઃ (અંદરથી અવાજ આવે છે.) એ આવી… ઊભી રે. બહેનપણી ૧: હજી વાળ ઓળાવતી હશે. (ચકુ આવે છે.) ચકુઃ અલી ઊભી રે, હું તો કંપાસ જ ભૂલી ગઈ છું. (દોડીને ઘરમાં જાય છે.)

મમ્મી! મારો કંપાસ રહી ગયો…

બહેનપણી ૨: એક નંબરની ભુલકણી છે ચકુડી. બહેનપણી ૧: (ગજવામાંથી કચૂકો કાઢે છે. એક મોંમાં મૂકે છે. બીજો બહેનપણીને આપે છે.) લે કચૂકો. (ચકુ આવે છે. પિતાને સ્નેહથી સ્પર્શે છે. બહેનપણીઓ પાસે જાય છે.)

લે ચકુડી, કચૂકો.

(ત્રણેય કચૂકો ખાતી ખાતી, વાતો કરતી કરતી જાય છે. દાદાજીનો અવાજ સંભળાય છે. મહિમ્નસ્તોત્ર ગાતાં ગાતાં એ બહારથી પ્રવેશે છે. નદી પરથી સ્નાન કરીને આવ્યા છે. આનંદપૂર્વક મહિમ્નસ્તોત્ર ગાય છે. વૃક્ષ પાસે આવી હાથમાંની લાકડી વૃક્ષની ડાળી પર ભરાવે છે. મહિમ્નસ્તોત્રનું રટણ ચાલુ છે. ભીનું પંચિયું નિચોવવાનો અભિનય કરે છે. પછી વૃક્ષની ડાળી પર એને સૂકવવાનો અભિનય કરે છે. લાકડી લઈને છગનભાઈના ઘર તરફ જાય છે. ‘અરે છગન! આજનું છાપું જરા આપને ભાઈ.’ ‘હા દાદાજી લો.’ એવો સંવાદ અંદરથી સંભળાય છે. ઇન્દિરા ઘરમાંથી બહાર આવે છે. વૃક્ષના મૂળમાં લોટાથી પાણી રેડવાનો અભિનય કરે છે. ચહેરા પર પ્રસન્નતા છે. પાણી રેડીને વૃક્ષની શાખાઓ તરફ જોઈ રહે છે. મૃદુતાથી સ્પર્શ કરે છે. દાદા હાથમાં છાપું લઈને પ્રવેશે છે.) ઇન્દિરાઃ દાદાજી! જુઓ જુઓ! કેવી નાની નાની કૂંપળો ફૂટી છે! દાદાઃ (નજીક આવીને જુએ છે.) હા, બેટા! ઘણી બધી કૂંપળો ફૂટી છે. ઇન્દિરાઃ બપોરે તો અહીં સરસ છાંયો હોય છે.

પણ દાદા કાલે બપોરે એક કાગડો આવીને બેઠો અને કા-કા કરવા મંડ્યો. પછી ડાળી પર એણે તો બેત્રણ વખત ચાંચ ઘસી. હું તો થથરી ગઈ. મેં એને બૂમ પાડીને, તાળીઓ પાડીને ઉડાડ્યો. પણ મૂઓ ઊડે જ નહિ. ફરી એને ચાંચ ઘસી, મારાથી રહેવાયું નહિ. કાંકરો લઈને ઉડાડ્યો. થોડી વાર થઈને ફરી પાછો આવીને બેઠો. કા-કા કરતો જાય ને ડાળી ઉપર ચાંચ ઘસતો જાય… પછી તો તમારી લાકડી લઈને જ હું તો ઊભી રહી.

દાદાઃ અરે બેટા! આજે પરોઢિયે મને એક વિચિત્ર સપનું આવ્યું. સપનામાં ચંપક આવ્યો. ઇન્દિરાઃ હેં દાદાજી! દાદાઃ પણ કેવડો ચંપક ખબર છે? સાવ નાનો-ટગુમગુ ચાલતો અને નાગોપૂગો. ઇન્દિરાઃ (આછી લજ્જા સાથે સ્મિત કરે છે.) આજ પરોઢિયે આવ્યું’તું દાદાજી? દદાઃ હા બેટા, હું તો છે ને અહીં આંગણામાં બેઠો બેઠો છાપું વાંચતો’તો – ત્યાં મારી સામે આવીને ઊભો રહ્યો. ‘બાપુજી! બાપુજી!’ સાંભળીને મેં છાપું ખસેડ્યું, એના હાથની મુઠ્ઠીઓ વાળેલી હતી. મુઠ્ઠી ઊંચી કરીને કે’ કે બાપુજી ખોલો તો. મેં એની મુઠ્ઠી ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખૂલે જ નહીં. હું તો પ્રયત્ન કર્યા જ કરું પણ ખૂલે જ નહિ. (ઇન્દિરા હસે છે.)

પછી એ લુચ્ચો હસી પડ્યો. બોલ્યોઃ ‘બાપુજી! ફૂંક મારો એટલે ખૂલી જશે.’ મેં એની જમણી મુઠ્ઠીને ફૂંક મારી અને હથળી ખોલી કે તરત ખૂલી ગઈ.

(ઇન્દિરાની આંખો ચમકે છે.)

એ હથેળીમાં શું હતું ખબર છે?

ઇન્દિરાઃ (સાશ્ચર્ય) શું હતું દાદાજી? દાદાઃ સોનામહોરો. ઇન્દિરાઃ સોનામહોરો? દાદાઃ હા… અસલ સોનોમહોરો, ચમક ચમક થતું સોનું. એના હાથમાંથી મેં સોનામહોરો લઈ લીધી. પછી બીજા હાથની મુઠ્ઠી ખોલવા જતો’તો ત્યાં મારી આંખ ખૂલી ગઈ. કેવું વિચિત્ર સપનું! સોનામહોરો! ઇન્દિરાઃ હું જઉં દાદા, આજ તો ગળી રોટલી બનાવવાની છે, ચકુ કહીને ગઈ છે. દાદાઃ હા, મારી ચકુને પૂરણપોળી બહુ ભાવે છે. (ઇન્દિરા અંદર જાય છે, દાદા પાછળ પાછળ જાય છે. યાદ આવતાં પાછા વળીને વૃક્ષ પર સૂકવેલું પંચિયું ઉતારીને ખભે નાખે છે. હથેળી પર નજર નાખે છે. એક ક્ષણ અટકી જાય છે. સ્વપ્ન જોતા હોય તેમ હથેળીમાં સોનામહોરો જુએ છે. એમાંથી બે સેકન્ડ પછી જાગીને જરાક હસીને ઘરમાં જાય છે. ચકુ અને એની બહેનપણીઓ આવે છે.) બહેનપણી ૧: અરે પેલો બારીનો કાચ કેવો ખનનન કરતો તૂટી ગયેલો! ચકુઃ એ…ય પેલા મનીષને વાગતાં રહી ગયેલું. બહેનપણી ૨: અને આપણા સર કેવા ઑફિસમાં ઘૂસી ગયેલા. બહેનપણી ૧: આજે તો બહુ જ મજા પડી. ચકુઃ પેલા મોટા છોકરાઓ તો ગંદી ગંદી ગાળો બોલતા હતા. બહેનપણી ૨: દસમા ધોરણવાળા ને? બહેનપણી ૧: હા હા… ચકુઃ છિ… છિ… એવી ગાળો કંઈ સરને દેવાય? બહેનપણી ૨: એ દસમા ધોરણવાળા છોકરાઓ તો બહુ ખરાબ છે. બહેનપણી ૧: એ ચકુ! ચાલો ને આપણે દોરડાં કૂદીએ. ચકુઃ હા ચાલો. (ચકુ જઈને ઓટલા ઉપર દફ્તર મૂકે છે. એ દરમિયાન બન્ને બહેનપણીઓ વૃક્ષની ડાળીઓ પર પોતાનાં દફ્તર લટકાવી દે છે. ચકુ દફ્તર ઓટલા પર મૂકીને આવે છે. ત્રણે સામસામાં ઊભાં રહે છે.) ચકુઃ ચાલો, રેડી? બંને બહેનપણીઓઃ રેડી. ચકુઃ સ્ટાર્ટ. (ત્રણે જણ એક… બે… ત્રણ એમ ગણતાં દોરડાં કૂદે છે. દશ સુધી ગણ્યા પછી ઝડપથી કૂદે છે.) બહેનપણી ૧: (અટકીને) એય… તમે લોકોએ તો એકદમ ફાસ્ટ શરૂ કરી દીધું. ઊભા રો, ઊભા રો… (ચકુ અને બહેનપણીઓ ઊભાં રહી જાય છે. ઘરમાંથી ઇન્દિરાનો અવાજ આવે છે. ‘ચકુ..! અંદર આવ તો.’) ચકુઃ એ આવી મમ્મી. (બહેનપણીઓને) એ મારાં મમ્મી બોલાવે છે. હું જઉં છું. (બન્ને બહેનપણીઓ વૃક્ષ પર લટકાવેલાં દફ્તર ઉતારે છે એ તરફ ચકુનું ધ્યાન જતાં)

એ…ય તમે તો મારા પપ્પા પર દફ્તર લટકાવી દીધાં છે.

બહેનપણી ૧: આ તારા પપ્પા છે? ચકુઃ હા… કેમ વળી? બહેનપણી ૨: અરે આ તો ઝાડ છે. બહેનપણી ૧: હા, આ તો ઝાડ છે. આ તારા પપ્પા છે કંઈ? ચકુઃ હા, આ મારા પપ્પા છે. નહિ પપ્પા? (ચકુ વૃક્ષને અઢેલીને બે હાથથી વળગીને ઊભી રહે છે. ચકુના કાન વૃક્ષને અડતાં દરબારીનો આલાપ સંભળાય છે. ચકુના ચહેરા પર સ્મિત છે. એની આંખો બિડાય છે અને એ સાંભળે છે. એનો કાન વૃક્ષથી અલગ થતાં આલાપ બંધ થઈ જાય છે.) મારા પપ્પા કેવું સરસ ગાય છે! બહેનપણી ૧: ગાય છે? ચકુઃ કેવું સરસ! તમે ના સાંભળ્યું? (બંને માથું હલાવી ના પાડે છે.)

તમારે સાંભળવું છે?

(બંને માથું હલાવીને હા પાડે છે.)

લો સાંભળો.

(બંને બહેનપણીઓ વૃક્ષને અઢેલીને કાન માંડીને સાંભળવાનો અભિનય કરે છે. કંઈ સંભળાતું નથી. બંને કાન ખસેડીને.) બહેનપણીઓઃ અમને તો કાંઈ સંભળાતું નથી. ચકુઃ મને સંભળાય છે ને. (ચકુ વૃક્ષને અઢેલીને ઊભી રહે છે.) બહેનપણી ૧: ચલ ચલ, આપણે મોડું થશે. બહેનપણી ૨: હા… ચલ ચલ. (બંને જાય છે. દરબારીનો આલાપ સંભળાય છે. ચકુની આંખો બંધ થતી જાય છે. ચહેરા પર સ્મિત છે. અવાજના તાનમાં વૃક્ષ અને ચકુ ધીમું ધીમું ઝૂલી રહ્યાં છે. પ્રકાશ ધીમે ધીમે ઓસરતો જાય છે. અંધકાર)

દૃશ્ય ૪

(સવારનો સમય છે. ચકુ વૃક્ષની નીચે અઢેલીને બેઠી બેઠી કવિતા ગોખે છેઃ

હળવે હળવે હળવે હરિજી
મારે મંદિર આવો ને;
મોટે મોટે મોટે મેં તો
મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુજને
કાંઈક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારું
ચિતડું ચોરી લીધું રે…

ચકુ કવિતા ગોખતી હોય છે ત્યાં ઘરમાંથી ઇન્દિરા આવે છે. હાથમાં થાળી હોવાનો અભિનય. એ ચકુ પાસે બેસે છે અને ફૂલની માળા ગૂંથવાનો અભિનય કરે છે.) ઇન્દિરાઃ કવિતા મોઢે કરે છે ચકુ? ચકુઃ હા, મમ્મી! મારે કાલે ગુજરાતીની પરીક્ષા છે. ઇન્દિરાઃ થઈ ગઈ મોઢે? ચકુઃ હા મમ્મી. તું લઈ લે ને. જો આ કવિતા. (ચકુ ઇન્દિરાને પુસ્તક આપે છે.) ઇન્દિરાઃ હા, ચાલ બોલ,

હળવે હળવે હળવે હરિજી
મારે મંદિર આવો ને;
મોટે મોટે મોટે મેં તો
મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુજને
કાંઈક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મુજને
ના… ના..
લીધું લીધું લીધું મુજને
ના… ના…

ઇન્દિરાઃ ક્યાં મોઢે થઈ છે બરાબર? ચકુઃ મમ્મી એ જ લીટીમાં મારે લોચા પડે છે. ઇન્દિરાઃ બરાબર પાકી કરી નાખ, લે. (ચકુ મોટેથી પાઠ કરીને કવિતા ગોખે છે. ઇન્દિરા માળા ગૂંથે છે. બહારથી દાદા પ્રવેશે છે. ધોતિયું, ઝભો, બંડી અને માથે કાળી ટોપી. હાથમાં થેલી છે. ચકુનો અવાજ સાંભળીને એ ખુશ થાય છે. ચૂપકીદીથી એ ચકુની નજીક જઈ, પાછળથી લાકડી લાંબી કરીને ચકુના કાનને અડકાડે છે. ચકુ ચમકીને જુએ છે તો દાદાજી. દાદાજી હસી પડે છે.) ચકુઃ દાદાજી… હું તો બી ગઈ. (દાદા હસે છે. ઝાડની નીચે પડેલી ખુરશી પર બેસે છે. ટોપી ઉતારીને ખોળામાં મૂકે છે.) દાદાઃ ચકુ બેટા! જરા આમ આવ તો. (ચકુ દાદા પાસે જાય છે. દાદા બંડીના અંદરના ગજવામાંથી કશુંક કાઢીને)

જો આ શું છે?

ચકુઃ ફોટો છે દાદા. લાવો, લાવો મને જોવા દો. દાદાજી આ તમે છો. આ મમ્મી છે. આ વચમાં હું અને આ પપ્પા છે. (ઇન્દિરા ઊભી થઈને હર્ષથી નજીક આવે છે.) ઇન્દિરાઃ લાવ તો ચકુ મને જોવા દે તો ફોટો. (ચકુના હાથમાંથી ફોટો લે છે.)

અરે વાહ! દાદાજી કેટલો સરસ પડ્યો છે! અરે ચકુ, તારો તો એકદમ સરસ ફોટો આવ્યો છે.

ચકુઃ તે આવે જ ને. પેલા ફોટો પાડનાર આવ્યા’તા એમની પાસે કેવો ફાઇન કેમેરો હતો! ઇન્દિરાઃ દાદાજી, પેલા ચેકનું શું થયું? દાદાઃ બૅન્કમાં ભરી દીધો હમણાં. ચકુ બેટા આ થેલી લઈ જા અંદર. તારે માટે હલવો લાવ્યો છું. તને બહુ ભાવે છે ને? ચકુઃ બહુ જ ભાવે છે, દાદાજી. લાવો લાવો. (ઝડપથી થેલીને લઈને જાય છે.) દાદાઃ અરે ચકુ ઊભી રે’, ઊભી રે’. આ ખરી વસ્તુ તો રહી જ ગઈ. (બંડીના ગજવામાંથી કશું કાઢીને બતાવવાનો અભિનય)

જો આ શું છે?

ચકુઃ દાદાજી! આ તો ટિકિટો છે. કઈ ફિલ્મની છે? દાદાઃ દો જાસૂસ. ચકુઃ ઓહ દાદાજી! બહુ મજા પડશે. ક્યારે જવાનું છે? દાદાઃ રવિવારે બેટા. ઇન્દિરાઃ દાદા, તમે બે જ જણ જવાના છો? દાદાઃ હોય બેટા? ત્રણ ટિકિટ લાવ્યો છું. તારે પણ આવવાનું છે. ચકુઃ પણ દાદાજી, આ વખતે તમારે મને આઈસક્રીમ ખવરાવવો પડશે. દાદાઃ હા હા બેટા! આઈસક્રીમ ખવડાવીશ. ચકુઃ બહુ જ હોં દાદાજી? દાદાઃ અરે તારી સામે આઈસક્રીમનો પહાડ જ ઊભો કરી દઈશ. તારે ખાવો હોય એટલો ખાજે ને. ચકુઃ બહુ જ મજા આવશે દાદાજી. (ચકુ ખુશ થઈને કૂદે છે.) દાદાઃ પણ શરદી થઈ જશે તો–? ચકુઃ નહિ થાય દાદાજી. દાદાઃ સારું જાવ, થેલી લઈ જાવ અંદર. ઇન્દિરાઃ ચકુ, આ માળા ને ફૂલ પણ અંદર લેતી જા. (ઇન્દિરા ફૂલની થાળી ચકુને આપવાનો અભિનય કરે છે. ચકુ બધું લઈને અંદર જાય છે.) દાદાઃ સવારે કોઈ આવ્યું’તું. બેટા? ઇન્દિરાઃ ના દાદા. આજ તો કોઈ નથી આવ્યું. નિરાંત છે. લોકો એટલા બધા જોવા માટે આવે છે કે થાકી જવાય છે. પણ દાદાજી આપણને સારા એવા પૈસા મળ્યા નહિ? દાદાઃ તે મળે જ ને! આ કાંઈ જેવા તેવા સમાચાર છે! વિશ્વમાં આ તો પે’લો બનાવ છે, માણસ ઝાડ થઈ જવાનો. અંગ્રેજી છાપાંવાળાએ ખાલી ફોટા પાડ્યા અને એના પ્રશ્નોના આપણે જવાબ આપ્યા એમાં ફટ ચેક આપી દીધો. ઇન્દિરાઃ અને દાદાજી, પેલા દિલ્હીથી આવ્યા’તા બટકા ને જાડા… દાદાઃ પેલી ગોરી છોકરીની સાથે. ઇન્દિરાઃ હા… એમણે પણ ખાસ્સા… દાદાઃ તે આપે જ ને. આ કાંઈ જેવો તેવો બનાવ છે? ઇન્દિરાઃ દાદાજી, હું તો બહાર જાઉં છું ને તે બધાં જ મને પૂછપૂછ કરે છે. દાદાઃ અરે બેટા, આ તો ભગવાનની લીલા છે. ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે. (એક યુવતી પ્રવેશે છે.) યુવતીઃ એક્સક્યૂઝ મી! મિ. પંડ્યા અહીં રહે છે? ઇન્દિરાઃ દાદાજી! દાદાઃ હા. આવો આવો, બેસો. હું જ પંડ્યા છું. (આગંતુક યુવતી દાદાની પાસે પડેલી ખુરશી પર બેસે છે. પર્સમાંથી કાર્ડ કાઢીને આપે છે.) યુવતીઃ આઈ એમ મિસ દારૂવાલા. હું વર્લ્ડ મૅગેઝીનની રિપ્રેઝેન્ટેટિવ છું. હું માનું છું આપને ત્યાં જ માણસમાંથી ટ્રી બની જવાનો અજબ બનાવ… દાદાઃ હા.. હા… મારે ત્યાં જ, આ જુઓ મારો ચંપક. (મિસ દારૂવાલા ચંપક તરફ જુએ છે અને આશ્ચર્યથી ચકિત થઈ જાય છે.) મિસ દારૂવાલાઃ ઓહ… હાઉ વન્ડરફૂલ! તમારા એ સન થાય? દાદાઃ હા બહેન, એ મારો દીકરો છે અને આ મારા દીકરાની વહુ છે. (ઇન્દિરા હાથ જોડીને નમસ્કાર કરે છે.) મિસ દારૂવલાઃ ઓહ! નમસ્તે. તમે મને આ પરિવર્તનની સ્ટોરી કહેશો? દાદાઃ હા… હા… કેમ નહીં. મિસ દારૂવાલાઃ (નોટબુક અને પેન કાઢવાનો તથા લખવાનો અભિનય કરે છે.) એક મિનિટ પ્લીઝ, હા હવે બોલો. ઇન્દિરાઃ જાણે એમ બન્યું કે એક દિવસ… મિસ દારૂવાલાઃ તારીખ કહેશો? ઇન્દિરાઃ તારીખ… દાદાઃ ૧૨મી ઑગસ્ટ, પણ મિસ દારૂવાલા, તમારે આ બધી વિગતની શી જરૂર છે? મિસ દારૂવાલાઃ ‘વર્લ્ડ મૅગેઝીન’માં આ આખી સ્ટોરી ફોટોગ્રાફ સાથે અમે રજૂ કરીશું. મોસ્ટ પૉપ્યુલર મૅગેઝીન છે. એની આખા જગતમાં થઈને પચાસ લાખ કૉપી વેચાય છે. એ લોકોએ આ બાબતમાં સ્પેશ્યલ લેખ તૈયાર કરવાનું મને કહ્યું છે. દાદાઃ એમ વાત છે? પણ બહેન, એવું છે ને કે આજ સુધીમાં જે કોઈ ન્યૂઝ પેપરવાળા આવ્યા છે એમણે આ માટે કંઈ ને કંઈ… (અંગૂઠા-તર્જનીથી ‘પૈસા’નો સંકેત કરે છે.) મિસ દારૂવાલાઃ ઓહ! હું સમજી ગઈ. યૂ નીડ નોટ વરી, મિસ્ટર પંડ્યા. જુઓ આ સ્ટોરી માટે અને થોડા ફોટોગ્રાફ્સ માટે હું તમને હમણાં જ ફાઇવ થાઉઝન્ડનો, આઈ મિન પાંચ હજાર ડૉલરનો ચેક આપી દઉં છું. દાદઃ પાંચ હજાર… મિસ દારૂવાલાઃ યસ, ફાઇવ થાઉઝન્ડ ડૉલર, અમેરિકન ડૉલર, અને બીજી વાત, થોડા દિવસોમાં જ અમારા ટેલિવિઝનના પ્રોડ્યૂસર આવવાના છે, એક ફિલ્મ લેવાનો પણ અમારો પ્લૅન છે. એ વખતે તમને બીજી મોટી રકમ… દાદાઃ બરાબર છે, થૅંક યૂ મિસ દારૂવાલા. ચાલો હું તમને આખી વાત વિગતવાર કહું. (ઊભા થાય છે.)

જુઓ, બારમી ઑગસ્ટની સવારની આ વાત છે. એ દિવસે ધોધમાર વરસાદ પડતો હતો. અમારી ચકુડી, આ ચંપકની દીકરી વરસાદમાં નહાતી હતી.

ઇન્દિરાઃ ચકુ…! ચકુ બેટા…! (ચકુ આવે છે.) દાદાઃ આ રહી મારી ચકુડી. ચકુ આમ આવ બેટી. આ ચકુડી ભારે તોફાની છે. એ વરસાદમાં નહાતી’તી ત્યાં વળી મારા ચંપકને પરાણે નહાવા ખેંચી ગઈ. અને આ ચંપક પણ– મિસ દારૂવાલાઃ (ચંપક તરફ ધ્યાન જતાં) માફ કરજો. ઈફ યૂ ડૉન્ટ માઇન્ટ આ ફાઇન વેધરમાં થોડા ફોટોગ્રાફ્સ લઈ લઉં. પછી નિરાંતે તમે મને સ્ટોરી લખાવજો. દાદાઃ હા… હા… બરાબર છે. સરસ તડકો છે એટલે ફોટા બરાબર પડશે. (મિસ દારૂવાલા, નોટબુક ખુરશી પર મૂકી કૅમેરા ઉઠાવવાનો, ખોલવાનો અને ફોટા પાડવાનો અભિનય કરે છે. થોડા ફોટોગ્રાફ્સ લીધા પછી એ કૅમેરા મૂકવા જાય છે ત્યાં–) ઇન્દિરાઃ બહેન! મને કહેતાં જરા સંકોચ થાય છે, પણ તમે અમારો એક ગ્રૂપ ફોટો ન પાડો? મિસ દારૂવાલાઃ ઓહ! યસ યસ, એ તો ખૂબ જ જરૂરી છે. સારું થયું તમે મને કહ્યું. ચાલો દાદાજી, તમે આવી જાઓ ને. (બધા બરાબર ગોઠવાઈ જાય છે. એક બાજુ ઇન્દિરા વૃક્ષની પાસે ઊભી રહે છે. બીજી બાજુ દાદા ઊભા રહે છે. નીચે ચકુ બેસી જાય છે.) ઇન્દિરાઃ બહેન! હું જરા સાડી બદલી નાખું? મિસ દારૂવાલાઃ નહીં, નહીં. કશી જરૂર નથી. ડાર્ક કલરની છે એટલે સરસ આવશે. જરા સ્માઇલ કરો. હું રેડી કહું એટલે સ્થિર થઈ જજો. દાદાઃ એક મિનિટ… જરા… (દાદા આંખ પરનાં ચશ્માં ઉતારી ઝભ્ભાની ચાળથી કાચ સાફ કરે છે. પછી પહેરી લે છે અને ચહેરા પર સ્મિત લાવીને સ્થિર થઈ જાય છે.) મિસ દારૂવાલાઃ ચાલો રેડી… (બે સેકંડ પછી ચાંપ દબાવે છે.)

એમ જ રહેજો પ્લીઝ. ખસશો નહીં.

(બીજી સાઇડમાંથી બીજો સ્નેપ લઈ લે છે.)

ઓ.કે. થૅંક યૂ.

ઇન્દિરાઃ બહેન! મારો એક આઇડિયા છે ફોટો પડાવવાનો, કહું? મિસ દારૂવાલાઃ હા, કહો ને. ઇન્દિરાઃ હું રોજ એમને પાણી પાઉં છું. એક ફોટોગ્રાફ આ રીતે હું પાણી રેડતી હોઉં એવો. મિસ દારૂવાલાઃ ઓહ! ઈટ્સ એ વન્ડરફૂલ આઇડિયા. ચાલો, આવો આવો. (ઇન્દિરા ઘરમાંથી પાણીનો લોટો લાવવાનો અને વૃક્ષ પાસે આવીને, નમીને પાણી પાવાનો અભિનય કરે છે.)

જરાક બાજુમાં… આ સાઇડમાં.

(ઇન્દિરા બાજુમાં કહેવા પ્રમાણે ગોઠવાય છે. માથાનો છેડો ખસી જાય છે એટલે હાથમાંનો લોટો નીચે મૂકવાનો અભિનય કરે છે. પછી માથાનો છેડો સરખો કરે છે. મોં પર સ્મિત છે. દૃષ્ટિ ઊંચી. મિસ દારૂવાલા ચાંપ દબાવે છે.)

થૅંક યુ! ચાલો હવે મને સ્ટોરી કહો અને બીજું, મને તમારા પુત્રના જૂના ફોટોગ્રાફ્સ હોય તો તે પણ જોઈશે.

દાદાઃ હા હા છે ને. ચંપકે મૅટ્રિકની પરીક્ષા પાસ કરેલી ત્યારે પડાવેલો ફોટો છે. ઇન્દિરાઃ અને અમારા બંનેનો સાથે પડાવેલો ફોટો પણ છે. મિસ દારૂવાલાઃ ઓહ, સરસ. ચાલો હવે કંપ્લિટ સ્ટોરી કહો. (નોટબુક કાઢીને પેન ખોલીને લખવાનો અભિનય) દાદાઃ હા સાંભળો. તે દિવસે આ ચકુડી વરસાદમાં નહાતી હતી. પણ મારા ચંપકને પરાણે ખેંચી ગઈ. મૂળે મારા ચંપકનો શરદીનો કોઠો અને ચકુડીની સાથે ખૂબ નાહ્યો. હવે પછી એવું બન્યું બહેન કે ચંપક આ આંગણામાં અહીં ઊભો ઊભો નહાતો હતો ત્યાં અચાનક એના પગ જમીનમાં ચોંટી ગયા, સજ્જડ થઈ ગયા ને એ ઝાડ બની ગયો. (દાદા હસે છે અને હાથ ઊંચા કરે છે. હાસ્ય અટકી જાય છે અને હાથ સ્થિર થઈ જાય છે. એક સેકન્ડ ફ્રીઝ થયા પછી તરત અંધકાર.)

દૃશ્ય ૫

(ઘરના ઓટલા પર, પગથિયા પર દાદા, ઇન્દિરા અને ચકુ ઊભાં છે.) ઇન્દિરાઃ અને દાદાજી! મોટા રૂમમાં ટાઇલ્સ પેલી આપણે પસંદ કરી હતી મોટી જ ડિઝાઇનની એ જ નાખવાની છે ને? દાદાઃ હા બેટા. ઇન્દિરાઃ અને રસોડામાં મારે આમ ઊભું સ્ટેન્ડિંગ કિચન જોઈએ. દાદાઃ હા હા… ઊભું રસોડું જ બનાવશું અને આપણી ચકુડી માટે એક વાંચવાનો નાનો રૂમ પણ બનશે. (એન્જિનિયર મજૂર સાથે પ્રવેશે છે.) એન્જિનિયરઃ નમસ્તે દાદાજી! નમસ્તે બહેન! દાદાઃ લો આ આવ્યા એન્જિનિયર. એન્જિનિયરઃ લો બહેન આ પ્રમાણેનો આપણો પ્લાન છે. મંજૂર થઈ ગયો છે. (ઇન્દિરાના હાથમાં પ્લાન આપે છે. ઇન્દિરા પગથિયાં ઊતરીને નીચે આવે છે. ઇન્દિરાના હાથમાંથી ચકુ પ્લાન લઈને જુએ છે.)

દાદાજી! આપણે આજથી કામ શરૂ કરી દઈએ છીએ. (મજૂરને) જુઓ અહીંથી આ પ્રમાણે વીશ ફૂટ લંબાઈનું ખોદકામ કરવાનું છે, ત્યાંથી આ પ્રમાણે બાર ફૂટનું અને (ઇન્દિરાને) બહેન! આ ઝાડ વચ્ચે આવે છે –

ઇન્દિરાઃ કાપી નાખો.

એન્જિનિયરઃ (મજૂરને) એમ કરો. પહેલાં વચ્ચેથી આ ઝાડ દૂર કરો.

(મજૂર કુહાડીથી વૃક્ષ પર ઘા મારવા જાય છે ત્યાં ચકુ દોડીને ‘પપ્પા…’ એમ ચીસ પાડતી આવે છે. મજૂરને ધક્કો મારીને એ વૃક્ષને વળગી પડે છે. ઇન્દિરા એને સમજાવી ફોસલાવીને પરાણે વૃક્ષ પરથી ખેંચે છે અને ત્યાંથી દૂર લઈ જાય છે. ચકુ ઇન્દિરાની છાતીમાં માથું દબાવી ‘ના… ના…’ કરતી ડૂસકાં ભરે છે.
મજૂર વૃક્ષ પર કુહાડીના ઘા શરૂ કરે છે. તોડીનો આલાપ સંભળાય છે. કુહાડીના ઘા સાથે વૃક્ષ અને આલાપ હચમચે છે. ચોથા ઘા પછી ધીમે ધીમે અંધકાર. અંધકારમાં પણ બીજા બે ઘા અને આલાપ સંભળાય છે.) (પડદો પડે છે.) (આધુનિક ગુજરાતી એકાંકીઓ)

*